પશુપાલકોને ઘાસનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં ગત વર્ષે પડેલા નહીંવત વરસાદને કારણે વર્ષે ઉનાળાના સમયમાં દુષ્કાળની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના 148 ગામો, બરડાડુંગરના 31 નેશને અછતગ્રસ્ત, અર્ધ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પશુપાલકો અને માલધારીઓને રાહતદરે કુલ 18,86,584 કિલો ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે. અછતના સમયે પોરબંદર તાલુકામાં 1950 ઘાસકાર્ડ ઈસ્યુ કરીને 8,12,804 કિલોગ્રામ ઘાસ વિતરણ કરાયું હતું. રાણાવાવ તાલુકામાં 1860 કાર્ડ ઈસ્યુ કરી 4,58,020 કિલોગ્રામ ઘાસ અપાયું હતું, કુતિયાણા તાલુકામાં 1869 કાર્ડ ઈસ્યુ કરી 6,15,760 કિલોગ્રામ ઘાસનું વિતરણ કરાયું હતું. ઉપરાંત જિલ્લામાં રજીસ્ટર થયેલી શ્રી રામ ગૌસેવા મંડળ, ખંભાળા તથા બિલનાથ ગૌસેવા મંડળ, બિલેશ્વરના કુલ 236 પશુઓને સરકાર દ્વારા નક્કી થયેલ ભાવ દૈનિક રૂા. 25 લેખે રૂા. 5,78,200 ની સબસીડીની ચૂકવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...