તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊનાનાં કાળાપાણ ગામનો યુવા ક્રિકેટર રણજી ટ્રોફીનાં ખખડાવી રહયો છે દ્વાર

ઊનાનાં કાળાપાણ ગામનો યુવા ક્રિકેટર રણજી ટ્રોફીનાં ખખડાવી રહયો છે દ્વાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાંયુવાને પાંચ વર્ષની ઉંમરથી ક્રિકેટમાં કૌશલ્ય ખીલવી હવે રણજી ટ્રોફીનાં દ્વાર ખખડાવી રહયો છે.

ઊનાનાં કાળાપાણ ગામે જન્મેલા અને પાંચ વર્ષની ઉંમરથી સ્વામી નારાયણ ગુરૂકુલ સંસ્થામાં શિક્ષણ સાથે હાથમાં બેટ પકડયાં બાદ ભવદીપ (સન્ની) ગોસ્વામીએ ભગતપ્રસાદજીનાં માર્ગદર્શનમાં વર્ષ 2005માં ઇન્વીટેશન કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની ઝલક બતાવ્યાં બાદ સમયાંતરે ટુર્નામેન્ટ રમી અનેક મેડલ સાથે પોતાનું કૌશલ્ય પ્રસ્થાપિત કર્યુ હતું. બાદમાં પિતાની ઇચ્છાથી ભવદીપ કિરણ મોરેની ઇન્ટરનેશનલ ક્રિકેટ એકેડેમીમાં જોઇન્ટ થયો અને સતત મહેનત, એકાગ્રતા ખીલવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં ઉપક્રમે અન્ડર-15 ટુર્નામેન્ટમાં પ્રથમ સદી ફટકારી સૌનું ધ્યાન પોતાનાં તરફ કેન્દ્રીત કરાવ્યું. બાદમાં મુંબઇ, ગોવામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સીંગાપુર, મલેશીયાની ધરતી પર બેટીંગ, બોલીંગ દ્વારા ઓલરાઉન્ડ દેખાવ કરી હવે રણજી ટ્રોફીનાં દ્વાર ખખડાવી રહયો છે.

ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી પણ બનાવી

ભવદીપનેક્રિકેટ ઉપરાંત સોફટબોલમાં પણ રાજય સ્તરે કૌવત બતાવ્યું છે. તેણે અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયાં પછી બી.એડ.ની ડિગ્રી પણ મેળવી છે. હવે માતા-પિતાની આશા, અરમાનો અને સપનાને સાકાર બનાવવાની ક્રિકેટમાં તક જોઇ રહયો છે.

ટીમઇન્ડિયાનાં ખેલાડીઓ સાથે રમ્યો

ટીમઇન્ડિયાનાં રવિન્દ્ર જાડેજા, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ સાથે પણ ઇન્ટર ડીસ્ટ્રીકટ મેચ રમી ચુકયો છે.

વર્ષ 2005થી દીવ જિલ્લા ક્રિકેટ એસો.માં જોઇન્ટ થયો, 2007થી 2008 અન્ડર-17, બાદમાં અન્ડર-19 ટુર્નામેન્ટ રમી સતત 4 સદી ફટકારી આક્રમક ક્રિકેટર બન્યો. તેની બિહાર ટ્રોફી અન્ડર-19માં પણ પસંદગી થઇ. દરેક મેચમાં કાંડાનું સામર્થ્ય દેખાડયું.

હાલજયહિન્દ ટ્રોફી (દીવ)નો કેપ્ટન

તાજાવાલાટ્રોફી, જયહિન્દ ટ્રોફી, ડોમેસ્ટીક મેચમાં પણ ધુમ મચાવી હાલ ભવદીપ જયહિન્દ ટ્રોફી દીવ ડીસ્ટ્રીકટ ટીમનો કેપ્ટન છે.

દરેક મેચમાં સામર્થ્ય દેખાડયું

પાંચ વર્ષની ઉંમરથી હાથમાં બેટ પકડી કૌશલ્ય ખીલવ્યું

અન્ય સમાચારો પણ છે...