• Gujarati News
  • ઊના તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત અટકાવાયો

ઊના -તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત અટકાવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલામાં હોટલોમાંથી ગેસનાં સીલીન્ડરો પકડાયા

ઊનાનજીક તુલસીશ્યામ રોડ પર જાણે કે છેલ્લા થોડા દિવસથી અકસ્માતની હારમાળાઓ સર્જાય હોય તેમ અકસ્માતની ઘટના બનતા તંત્ર પણ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ રોડ પર નથી બમ્પર બનાવતા કે નથી રસ્તાની ગોળાઇ પર ભયજનક વળાંક લખેલ બોર્ડ મુકતા હોવાથી અકસ્માતની ઘટનામાં માનવ જીંદગી હોમાય પણ છે. ત્યારે આજે સલામત સવારી એસટી અમારીનું સુત્ર સાર્થક થતુ હોય તેમ તાલુકાનાં વાજડી ગામે પાસે ધોકડવાથી ઊના તરફ આવતી ગારીયાધર ઊના રૂટની એસટી બસ વાજડી ગામ પાસે બસનાં ચાલકે પૂરપાટ ઝડપે બસ ચાલવતો હોય અને અચાનક એસટી બસ વાજડી ગામ પાસે પહોંચતા બસનાં ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગયેલ અને બસમાં મુસાફરી કરી રહેલા આઠથી દસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે છેલ્લા 10 દિવસમાં અકસ્માતની હારમાળા સર્જાયેલ જેમાં બે મુસાફરોની મહામુલી જીંદગી હોમાઇ ગયેલ હોય તાકીદે રોડ પર ભયજનક સુચનાનાં બોર્ડ અને બમ્પર બનાવવા માંગ ઉઠી છે.

એસટી બસનાં ચાલકે વાજડી ગામ પાસે બસ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તાની નીચે ઉતરી ગઇ હતી. }જયેશગોંધીયા