તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત નિપજ્યું

ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત નિપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારનાંડોળાસા ગામે કુવામાં ખાબકતાં 9 વર્ષનાં સિંહનું મોત થયું હતું. કુવામાં પડી ગયેલી વાછરડીનું શિકાર કરવા પાછળ દોડતા ઘટના બની હોવાનું અનુમાન છે.

ડોળાસા ગામે ઊના રોડ પર પાદરમાં કરશનભાઇ અરજણભાઇ ડોડીયાની વાડીમાં ગત તા.24નાં રાત્રીનાં 10 વાગ્યે સિંહે આવી ઢોરવાડામાં ત્રાટકતાં એક વાછરડી જીવ બચાવવા કુવામાં પડી ગઇ હતી. જયારે બીજી વાછરડી સકંજામાં આવી જતાં નજીકનાં કપાસનાં ખેતરમાં ઢસડી જઇ મારણની મીજબાની માણી હતી. બાદમાં કુવામાં પડી ગયેલી વાછરડીનો શિકાર કરવામાં સિંહ કુવામાં ખાબકી જઇ મોતને ભેટયો હોવાનું અનુમાન છે. બનાવનાં પગલે સરપંચ નાનુભાઇ મોરી, વનખાતાનાં ડોડીયા, પઠાણ, ભલગરીયા, મોરી, સેવરા, વેગડ સહિતનાં સ્ટાફે ત્યાં પહોંચી કુવામાં ખાટલો ઉતારી મૃતદેહને બહાર કાઢી જામવાળા ખાતે પીએમમાં મોકલી આપ્યો હતો. એસીએફ સાકીરા મેડમે પણ સ્થળની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી. ડોળાસા પંથકમાં વન્ય પ્રાણીનાં મોતની પ્રથમ ઘટના હોય લોકોમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

તા.25નાં સિંહ ફરી કુવા પાસે આવ્યાનું અનુમાન

તા.25નાંરાત્રીનાં સિંહ ફરી કુવા પાસે આવ્યો હતો. શું તેને યાદ હશે કે બીજી વાછરડી કુવામાં છે. જોકે વન ખાતું લોકોનાં તર્ક સાથે સંમત થયું હતું.

ખેડુતદ્વારા ખુલ્લા કુવાની પાળી બાંધવાનું શરૂ

વનખાતાની અપીલને પગલે ખેડુતો દ્વારા ખુલ્લા કુવાની પાળી બાંધવાનું કામ શરૂ કરી દેવાયું હોવાનું જાણવા મળે છે. ખુલ્લા કુવાને લીધે વધુ એક સિંહ મોતને ભેટી ગયો હતો.

કુવામાં ખાટલો ઉતારી મૃતદેહને બહાર કઢાયો. તસ્વીર- અનિલ કાનાબાર

કુવામાં પડી ગયેલી વાછરડીનો શિકાર કરવા દોડ્યો\\\'તો

વન તંત્રએ રેસ્કયુ કરી મૃતદેહને બહાર કાઢયો

અન્ય સમાચારો પણ છે...