• Gujarati News
  • કાગવદર નજીક નાળુ બેસી જતા ઊના ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ

કાગવદર નજીક નાળુ બેસી જતા ઊના-ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના-ભાવનગરકોસ્ટલ હાઇવે પર નાગેશ્રી નજીક કાગવદર ગામ પાસે એક નાળુ તુટી જતા અહિંનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. થોડા વરસાદમાં નબળુ નાળુ ધરાશાયી થઇ ગયુ હતું. જેના કારણે અહિં વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. અહિં તાબડતોબ નાળુ રીપેર થાય તેમ હોય અને ભારે વાહન માટે ડાયવર્ઝન પણ નિકળે તેમ હોય ૨પ કીમી દુર વાયા ખાંભા થઇ વાહન વ્યવહાર શરૂ થયો હતો. તંત્રની ઘોર બેદરકારીના કારણે કોસ્ટલ હાઇવે બંધ થવાની નોબત આવી હતી.
ભાવનગરથી ઉના-પોરબંદર થઇ છેક દ્વારકા સુધી જતો કોસ્ટલ હાઇવે પૈકી મહુવાથી ઉના સુધીનો માર્ગ કાયમ માટે માથાના દુ:ખાવારૂપ બન્યો છે. ભયંકર ભ્રષ્ટાચારના કારણે રસ્તો વારંવાર તુટી જાય છે. દરેક વખતે નબળુ કામ થાય છે. રસ્તો તો ઠીક પુલ અને નાળા પણ નબળા બનાવાયા છે. અહિંના રાજકીય આગેવાનોએ રસ્તાને આવકનું સાધન બનાવી દીધુ છે. જેના કારણે આજે રસ્તો સદંતર બંધ થવાની નોબત આવી હતી.
જાફરાબાદના કાગવદર નજીક આજે કોસ્ટલ હાઇવે પરનું એક નાળુ ધરાશાયી થઇ ગયુ હતું. કાગવદર નજીક નાળા પર તે સમયે કોઇ વાહન હોય સદનશીબે કોઇ ઘાયલ થયુ હતું. પરંતુ નાળુ તુટી જતા બન્ને તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. અહિં વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઇ હતી. વહેલી સવારે ઘટના બની ત્યારબાદ કલાકો સુધી વાહનો અહિં લાઇનમાં ઉભા રહ્યા હતાં.
અહિં ડાયવર્ઝન નિકળે તેવી કોઇ શક્યતા જણાતા અનેક વાહન ચાલકો વાયા બારમણ-કાતર રાજુલા તથા ખાંભા થઇ ૨પ કીમી વધારાનું અંતર કાપી આગળ વધ્યા હતાં. નાળુ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતું. છતાં તંત્ર દ્વારા તેની મરામતની કોઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે આજે અહિં વાહન વ્યવહાર બંધ થયો હતો.
તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાયુ
અહિંવહેલીસવારથી રસ્તો બંધ થયો હોવા છતાં તંત્ર દ્વારા સમયસર અહિં પહોંચી ડાયવર્ઝન માટે પ્રયાસ કરાયો હતો. એક માસ પહેલા અખબારી અહેવાલો પણ આવ્યા હતાં છતાં તંત્રએ ધ્યાન આપ્યુ હતું.
નાના વાહનો માટે ડાયવર્ઝન શરૂ કરાયુ
અહિંકલાકોસુધી વાહન વ્યવહાર બંધ રહ્યા બાદ બાજુમાંથી નાના વાહનો માટે રસ્તો શરૂ થયો હતો. જો કે ડાયવર્ઝન પણ ભારે ઉબડ ખાબડ છે અને ગમે ત્યારે બંધ થઇ જાય તેમ છે. હાલના તબક્કે અહિં મોટા વાહનો ચાલી શકે તેમ નથી.
કલાકો સુધી હાલાકી |નાળુ નબળુ હોવાની અનેકવાર રજૂઆત છતા ધ્યાન અપાયું હતું