• Gujarati News
  • પ્રસુતાને સારવાર આપવાની ના પાડી દીધી હતી : રોષ

પ્રસુતાને સારવાર આપવાની ના પાડી દીધી હતી : રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસુતાને સારવાર આપવાની ના પાડી દીધી હતી : રોષ

ભાસ્કરન્યૂઝ. ઊના

ઊનામાંિચરંજીવી યોજનામાં તબીબે પ્રસુતાને સારવાર આપવાની ના પાડી દેતા બેદરકારી દાખવનાર તબીબ સામે આરોગ્ય તંત્રને રોષપૂર્ણ આવદેન અપાયું છે.

ઊનાનાં શારદાબેન વિજયભાઇ પરમાર નામની પ્રસુતા મમતા કાર્ડ હેઠળ સરકારની ચીરંજીવી યોજનામાં પ્રાઇવેટ ડો. પ્રજ્ઞાબેન નિમાવતની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. દરમિયાન7 સપ્ટે.નાં શારદાબેન વીજયભાઇ પરમારને તકલીફ થતા તુરત ડો.પ્રજ્ઞાબેન નિમાવતની હોસ્પિટલમાં ગયેલ અને તબીબી પોતાની હોસ્પિટલનાં ઉપરનાં ભાગે રહેતા હોય તેને જાણ કરતા મહિલા દર્દીને સારવાર આપવાનાં બદલે તગડી મુકવા હુકમ કરેલ દર્દીનાં પરિવારની ડીલેવરી વિનંતી છતાં ડોકટર દ્વારા સગર્ભા મહિલાની ડીલેવરી કરાવેલ હતી.

આમ ડોકટર દ્વારા સારવાર મળતા શારદાબેનને અંગેની વાત્સલ્ય હોસ્પિટલ ખાતે તાત્કાલીક ખસેડતા પ્રસુતી ગૃહમાં સારવાર મીસડીલેવરી થયેલ હતી. આમ ડોકટરની બેદરકારી અને યોગ્ય સમયે સારવાર મળતા મીસડીલેવરી થયા અંગેનો પરિવાર જનોએ આક્ષેપ કરેલ.

ચીરંજીવી યોજનામાં સમાવેશ પ્રસુતાબેનોને સારવારમાં બેદરકારી રાખનારા અને ઊધ્ધતાઇ ભર્યુ વર્તન કરતા અને હેરાન પરેશાન કરતા આવા પ્રાઇવેટ ડોકટરોનાં કરાર રદ કરી ફરજીયાત સીઝેરીયન કરવાનો આગ્રહ કરી સરકારી નાણાહડપ કરતા આવા ધંધાર્થી ડોકટરો સામે કડક હાથે પગલા લેવા પ્રસુતાના પતિ વિજયભાઇ છગનભાઇ પરમાર તેમજ વિશાળ સમાજનાં લોકો આગેવાનોએ આરોગ્ય મંત્રીને સંબોધી ઊના મામલતદારને આવેદન પત્ર આપતા ભારે ચકચાર ફેલાયેલ છે. અંગે તબીબી પ્રજ્ઞાબેન નિમાવતનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે તેમના મામાનું અવસાન થતા તેઓને દૂર સ્મશાન યાત્રામાં જવાનું હોવાનાં કારણે ઇમરજન્સી સારવાર કેસ લેવા જણાવેલ અને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ સારવાર લેવા જણાવેલ હતુ અને ઈમરજન્સી કેસ લીધા પછી કોઇ તકલીફ ઉભી થાય તો કોણ જવાબદાર થઇ શકે વાતને ધ્યાને રાખી ડીલેવરી કરાવેલ નહીં. અમારા માટે જેન્યુલ દર્દી હતા અને અગાઉ આજ ફેમીલીની 3 ડીલેવરી પણ કરાવેલ હોવાનું પોતાના બચાવમાં ડો.પ્રજ્ઞાબેનએ જણાવેલ છે.

તસ્વીર : જયેશ ગોંધીયા

ઊનામાં ચિરંજીવી યોજનામાં બેદરકાર તબીબ સામે આવેદન