• Gujarati News
  • ઊના ગીરગઢડામાં આંગણવાડીનો વહિવટ મનસ્વી રીતે થતો હોવાની રાવ

ઊના-ગીરગઢડામાં આંગણવાડીનો વહિવટ મનસ્વી રીતે થતો હોવાની રાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના-ગીરગઢડામાં આંગણવાડીનો વહિવટ મનસ્વી રીતે થતો હોવાની રાવ

{તપાસ કરી સીડીપીઓની બદલી કરવા તા.પં.પ્રમુખની માંગ



ઊનાઅને ગીરગઢડા તાલુકાનાં આંગણવાડી કેન્દ્રોનો વહીવટ સીડીપીઓ દ્વારા મનસ્વી રીતે ચલાવી મોટા પાયે ભષ્ટ્રાચાર કરાતો હોવાની ગંભીર ફરિયાદ ખુદ શાસક પક્ષનાં તા.પં.નાં પ્રમુખે ઉચ્ચકક્ષાએ કરતા તર્ક વિતર્ક સર્જાયાં છે.

ઊના-ગીરગઢડા તાલુકામાં કાર્યરત 367 આંગણવાડીમાં 734 વર્કર અને હેલ્પર પોતાન ફરજમાં સંતોષકારક કામગીરી કરતા હોવાનાં કારણે 131 ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી આધારિત હજારો પરિવાર સુધી યોજનાનો લાભ મળી રહ્યો છે અને વાર્ષિક 4 કરોડ જેવી માતબર રકમ વપરાય છે. પરંતુ આઇસીડીએસ યોજના કચેરીનાં સીડીપીઓની કામગીરી ભારે ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહી છે. પરિણામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વહિવટી બાબતો સામે આંગળી ચીંધાઇ રહી છે. તાલુકા પંચાયતનાં પ્રમુખ રામભાઇ પી.વાળાએ ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતમાં ટ્રાઇસીકલ, રમકડા, ટેબલ, મસાલા, કઠોળ, ગેસનાં બાટલા જેવી ખરીદી અને યશોદા એવોર્ડ જેવી અનેક બાબતોમાં સીડીપીઓ સામે ભ્રષ્ટાચાર અને મનસ્વી નિર્ણયોનો આક્ષેપ કરતાં 1 જાન્યુ.2013 ના રોજ સીડીપીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાયેલ હતી અને તેમની સામે તપાસ શરૂ હોવા છતાં 4 જુન 2014 નાં ઊના સીડીપીઓ તરીકે બદલી કરવામાં આવતા આશ્ચર્ય સાથે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સીડીપીઓ મધુબેન વાઢેરએ ઊના -ગીરગઢડા તાલુકાનાં આંગણવાડી કેન્દ્રનો વહિવટ સંભાળતાની સાથે મનસ્વી વહિવટ અને ભ્રષ્ટ નીતિ રીતિ શરૂ કરી દીધાનો પણ તા.પં. પ્રમુખે આક્ષેપ કરી 367 પૈકી 3 આંગણવાડી કેન્દ્રમાં યશોદા એવોર્ડની પસંદગીમાં નામ નોમીનેટ કરવામાં પણ અધિકારી અને પદાધિકારીઓની અવગણના કરી છે. અને નોમીનેટનાં ફોર્મમાં પણ ગંભીર પ્રકારની ક્ષતીઓ સામે આવતા તેમની સામે તપાસનાં આદેશ થયા છે. આમ આંગણવાડીઓમાં છેવાડાનાં પછાત અને ગરીબ બાળકોનાં શારિરીક-માનસીક વિકાસ અર્થે ચાલતી યોજનાનો મૂળહેતુ જળવાતો હોય અને ભ્રષ્ટવૃતિ ધરાવતા સીડીપી, સીડીપીઓની તાકીદે બદલી કરી તેની જગ્યાએ નિષ્ઠાવાન સીડીપીઓને મૂકવા તા.પં. પ્રમુખે ભારપૂર્વક રજૂઆત કરી છે.