• Gujarati News
  • પોરબંદરમાંઆજે બે માછીમારોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

પોરબંદરમાંઆજે બે માછીમારોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાંઆજે બે માછીમારોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

પોરબંદરના લીલાવંતીબેન રામજીભાઈ મઢવીની માલિકીની શ્રીલાભ બોટમાં ખલાસી તરીકે કામ કરતો ઉના તાલુકાના દાંડી ગામનો લખમણ બચુ બામણીયા (ઉ.વ. 53) નામનો ખલાસી માછીમારી કરવા માટે ગયો હતો દરમિયાન ગત તા. 16 ના રોજ મોડી રાત્રિના તે લઘુશંકા કરવા ગયો ત્યારે અકસ્માતે દરિયામાં ખાબકતા તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ખલાસીના મૃતદેહને આજે પોરબંદર લાવવામાં આવ્યો હતો પરંતુ દરિયામાં ઓટ હોવાને કારણે ઓલવેધર પોર્ટ ઉપરથી તેમના મૃતદેહને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફત પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોરબંદર બોટ એસો. ના ઉપપ્રમુખ વેલુભાઈ મોતિવરસ સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

અન્ય એક બનાવમાં આજે સવારે પોરબંદરના અસ્માવતિ ઘાટ નજીક અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઈ આવ્યાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢી પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહ ખલાસીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેની ઓળખ મેળવવા માછીમાર આગેવાનોએ પ્રયાસો હાથ ધર્યા છે.

પોરબંદરનાં દરિયામાં ડૂબી જવાથી બે માછીમારનાં મોત