સરકાર અને RBI વચ્ચે વિચાર મતભેદ તો ચાલ્યા કરે : રેડ્ડી
રાજ્યમાં 13.55 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન : વરસાદથી થયેલા વાવતેરને જીવતદાન
તેલીબિયાં પાકોના ભાવ તળિયે છતાં ત્રણ ગણું વાવેતર, કપાસમાં બમણું
સરકારઅને રિઝર્વ બેન્ક વચ્ચે વૈચારિક મતભેદ એક ખરાબ બાબત નથી, એમ કહેતાં રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર વાય.વી. રેડ્ડીએ કહ્યું હતું કે 2004માં તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદંબરમ સાથે બેન્કિંગ સિસ્ટમમાં વિદેશી માલિકીને મુદ્દે તેમણે પણ વૈચારિક મતભેદને કારણે પોસ્ટ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. વાય. વી. રેડ્ડી 2003થી 2008 દરમ્યાન આરબીઆઇના ગવર્નર હતા, જેમણે તેમની આત્મકથા એડવાઇસ અને ડિસેન્ટ -માય લાઇફ ઇન પબ્લિક સર્વિસમાં લખ્યું છે કે શ્રેષ્ઠ નિર્ણયો એકબીજાની ખુશીમાંથી ના આવે. 76 વર્ષના ભૂતપૂર્વ બેન્કર તેમનાં નિખાલસ મંતવ્યો માટે જાણીતા છે. તેમણે હાલમાં વર્તમાન મુદ્દાઓ જેવા કે ડિમોનેટાઇઝેશન, નોન-પર્ફોર્મિંગ એસેટ પર સરકારી વટહુકમ અને રઘુરામ રાજનની ગવર્નર તરીકે એક્ઝિટ મુદ્દે તેમના વિચારો જણાવ્યા હતા. હાલમાં આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે જાહેરમાં કહ્યું હતું કે એમપીસીના સભ્યોએ ધિરાણ નીતિની પૂર્વસંધ્યાએ નાણાં મંત્રાલયના અધિકારીઓને મળવાની ના પાડી હતી, જે મુદ્દે તેમણે કહ્યું હતું કે બે પ્રોબ્લેમ છે, જેમાં રિલેશનશિપ સરળ રહે અથવા એકમેકને પરસ્પર ખુશ રાખી શકાય. અખખબારોમાં અહેવાલ આવતા હતા કે અમે (ચિદંબરમ અને હું) ઝઘડતા હતા, પણ હકીકતમાં અમે ઝઘડતા નહોતા, વૈચારિક મતભેદો હતા અમે લોકોની કલ્પના કરતાં ઘણું કામ એકસાથે કર્યું હતું.
રિઝર્વ બેન્કની સ્વાયત્તા વિશે તેમણે કહ્યું હતું કે જો તમે તમારી ઇચ્છા વિરુદ્ધ તમારા પ્રધાનનું સાંભળતા હોવ તો પણ સરકાર તમને દિશાનિર્દેશ આપવાની સત્તા ધરાવે છે.
તેમણે નોટબંધીના નિર્ણય વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે દેશે ડેટા જાહેર થવાની રાહ જોવી જોઈએ. તેમણે રઘુરામ રાજનની એક્ઝિટ મુદ્દે કહ્યું હતું કે હું અહીં મારો મત વ્યક્ત કરવા નથી આવ્યો, સવાલ મને ના પૂછવો જોઇએ પણ મને નથી લાગતું કે યોગ્ય છે.