તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાઘેર પંથકમાં અનરાધાર 1 થી 4 ઇંચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના- ગીરગઢડા પંથકમાં ગુરૂવારે સાંજે કડાકા- ભડાકા સાથે 1 થી 4 ઇંચ વરસાદ વરસી જતાં ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયાં હતાં.

ઊના - ગીરગઢડા પંથકમાં ગુરૂવારે ગણેશ વિસર્જનનાં ભકિતમય માહોલમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો હતો. બીજી તરફ ગગનમાં મેઘાવી માહોલ વચ્ચે બપોરબાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગેલ અને ઊનામાં વીજળીનાં કડાકા - ભડાકા સાથે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતાં શહેર પાણી - પાણી થઇ ગયું હતું. ભારે વરસાદથી એસટી બસ સ્ટેશન તળાવમાં ફેરવાઇ ગયું હતું. લાંબા વિરામ બાદ મેઘાની એન્ટ્રીથી લોકો ઝુમી ઉઠયાં હતાં. જયારે પંથકનાં સનખડા, ગાંગડા, સામતેર, ટીંબીમાં 4 ઇંચ, ભાચામાં દોઢ, ગીરગઢડા અઢી ઇંચ, જયારે ધોકડવામાં અઢી કલાકમાં 4 ઇંચ જેવું પાણી વરસી ગયું હતું. મેઘરાજાનાં લાંબા વિરામ બાદ મેઘાએ આગમન કરતા મુરઝાતા પાકને જીવતદાન મળ્યું હતું.

રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. તસવીર- જયેશ ગોંધીયા

ઉના શહેર-પંથકમાં ગણેશ વિસર્જન સમયે મેઘાએ આગમન કરતાં ગણેશ ભકતોમાં પણ ઉત્સાહ બેવડાઇ ગયો હતો.

ગણેશ ભકતોમાં વરસાદથી ઉત્સાહ બેવડાયો

ઊના - ગીરગઢડા પંથકમાં સાંજે કડાકા-ભડાકા સાથે મેહ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ

અન્ય સમાચારો પણ છે...