તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિની દેશ સેવાને જીવંત રાખીશ : ગીતાબેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રીઓ અને પુત્રને ભણાવી-ગણાવીને આગળ વધારવાનું સ્વપ્ન

ઊનાનાંલામધાર ગામે સપુત જવાન બીજલભાઇનો પાર્થિવદેહ આવી પહોંચતા તેમના પત્ની ગીતાબેન ભાંગી પડયા હતાં. જોકે દેશની સેવા માટે પતિ ગુમાવ્યાનું ગૌરવ વ્યકત કરતાં ગીતાબેને જણાવ્યું હતું કે, પતિની દેશ સેવાને સદાય જીવંત રાખવા પુત્રીઓ અને પુત્રને પણ ભણાવી ગણાવી દેશની સેવા કરવા આગળ વધારીશ.

મૃતક બીજલભાઇનાં માતા-પિતા પણ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય અને બીજા ભાઇ ગામમાં એક શેરીમાં રહેતા હોય ભાઇનાં પરિવારનું ધ્યાન રાખતાં હતાં. શનિવારે દુ:ખદ સમાચાર મળતા સગાસંબંધી અને ગ્રામજનો નિવાસ સ્થાને દોડી ગયેલ અને ગમગીન હૈયે પ્રાર્થિવદેહની રાહ જોઈ હતી.

પતિ બીજલભાઇનાં મોતની પત્ની ગીતાબેનને જાણ કરાઇ હતી કેમકે તેમનું ઓપરેશન કરાવ્યાને ત્રણ દિવસ થયાં હતાં. પરંતુ મૃતદેહને જોતા બેભાન થઇ ગયેલ અને બાદમાં ચોધાર આંસુએ રડી પડતાં સૌ કોઇની આંખો ભીની થઇ હતી.

સંતાનોએપિતાની છત્રછાંયા ગુમાવી

મૃતકબીજલભાઇનાં ભીંગરણ ગામનાં ગીતાબેન સાથે લગ્ન થયા હતાં અને સંતાનમાં કરમીલા (ઉ.વ.12), નિખીતા (ઉ.વ.10), અસીદા (ઉ.વ.8), પુત્ર ધ્રુવ (ઉ.વ.5) હોય પિતાની છત્રછાંયા ગુમાવી દેતા નોધારા બન્યાં હતાં. તસવીર- જયેશ ગોંધીયા

પતિનાં મૃતદેહને જોઇ બેભાન થયાં

અન્ય સમાચારો પણ છે...