તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લશ્કરમાં ફરજ બજાવતાં યુવાનનું ઓરિસ્સામાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના પંથકમાં શોકનો માહોલ છવાયો

જવાનનાં પાર્થિવદેહનાં વતન લામધારમાં અંતિમ સંસ્કાર

ઊનાનાંલામધાર ગામે રહેતા પરબતભાઇ સોલંકીનાં પુત્ર બીજલભાઇ મિકેનીકલ ઇલેકટ્રીકની ડીગ્રી મેળવ્યા બાદ 13 વર્ષ પહેલા દેશની સેવા કરવા ઓલ ઇન્ડિયા લશ્કર વાહન રીપેરીંગ વર્કસશોપમાં મિકેનીકલ ઇલેકટ્રીકમેન તરીકે જોડાયેલ. અને હાલ ઓરિસ્સાનાં ગોપાલપુર ખાતે આવેલા 955 એડી વર્કશોપમાં ફરજ બજાવી રહેલ. દરમિયાન શનિવારે સવારે અચાનક ફોન આવેલ અને પરિવારને જણાવાયેલ કે બીજલભાઇનું મૃત્યુ થયેલ હોય અને તેમનાં પાર્થિવદેહને રવિવારે વતન લવાશેે. સમાચારથી પરિવારજનો આઘાતમાં હતપ્રભ થઇ ગયા હતાં. ત્યારબાદ રવિવારે સાંજનાં 4 કલાક આસપાસ લશ્કરનાં જવાનોનાં વિશાળ કાફલા સાથે તિરંગામાં વિંટાળાયેલ ફૌજી બીજલભાઇનો પાર્થિવદેહ વતન લઇ આવતા શોકનો માહોલ પ્રસરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...