તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • દલિત અત્યાચાર: કલેકટરે પાલનપુર સિવિલમાં પીડિતાની મુલાકાત લીધી

દલિત અત્યાચાર: કલેકટરે પાલનપુર સિવિલમાં પીડિતાની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસપી પણ પહોંચ્યા, રક્ષણની ખાતરી આપી : ઉના દલિત અત્યાચાર લડત સમિતિ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણીઓ દોડી આવ્યા

અમીરગઢનામોટાકરઝામાં મૃત પશુ ઉપાડવાના મુદ્દે દલિત પરિવાર ઉપર હૂમલો કરવાની ઘટનાના પગલે જિલ્લા પોલીસવડા અને કલેકટર રવિવારે પિડીતાની મુલાકાત લઇ રક્ષણની ખાત્રી આપી હતી.આ ઉપરાંત ઉના દલિત અત્યાચાર લડત સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો પણ રવિવારે પાલનપુર દોડી આવ્યા હતા. જેમણે ઘટનાને રાષ્ટ્રફલક ઉપર લઇ જઇ ઠેર-ઠેર કાર્યક્રમો આપવાનું જણાવ્યું છે.હાલમાં મહિલા સારવાર હેઠળ છે.

મોટાકરઝામાં મૃતપશુ ઉપાડવાના મુદ્દે દલિત પરિવારની સગર્ભા મહિલા સહિત સભ્યો ઉપર ગામના શખસોએ હૂમલો કરતાં દલિત સમાજમાં આક્રોશ ઉદ્દભવ્યો છે. દરમિયાન ઉના દલિત અત્યાચાર લડત સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકારમંચના કાર્યકરો રવિવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અંગે કન્વિનર સુબોધ પરમારે જણાવ્યું હતું કે, 1997માં પણ મોટાકરઝા ગામના દલિતો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેમને સરકારે રક્ષણની ખાત્રી આપી હતી પરંતુ પુન: અત્યાચાર થયો છે. ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ. મુદ્દે બનાસકાંઠામાં ઠેર-ઠેર કાર્યક્રમો આપીશું અને ઘટનાને રાષ્ટ્ર ફલક ઉપર લઇ જઇ સરકારની નીતિને ખુલ્લી પાડીશું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસવડા નિરજ બડગુજર અને કલેકટર જેનુ દેવન પણ રવિવારે પિડીતાની મુલાકાત લઇ રક્ષણની ખાત્રી આપી હતી. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તરત જાણ કરવી.

જિલ્લા કલેકટર, પોલીસવડાએ રવિવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોટાકરઝાની પીડિત મહિલાની મુલાકાત લીધી હતી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...