તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંક સામેની લડાઈમાં શાંતિ ઇચ્છતા લોકોને નુકસાન થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંયુક્ત રાષ્ટ્રસંઘનીબેઠક ચાલી રહી છે અને આશા છે કે ભારત-પાક તેને મહત્ત્વ આપશે. નવાજ શરીફે કહ્યું છે કે, ‘પાકિસ્તાન વાતચીત દ્વારા શાંતિ ઇચ્છે છે.’ પરંતુ વાતચીતનો મુદ્દો ખાસ્સા સમયથી પાછળ ધકેલાઈ ગયો છે. રાજદ્વારી વાતારવણ અત્યંત ગરમ બની ગયું છે. બુરહાન વાણીનું મોત, કાશ્મીરમાં ઉપદ્રવ, સશસ્ત્ર દળોની વળતી કાર્યવાહી, મોદીનો બલૂચિસ્તાનો માસ્ટર સ્ટ્રોક - બધું એક્શનથી ભરપૂર છે.

એક ભારતીય હોવાના નાતે હું અનુભવું છું કે ભારત કદાચ ઉનાળા સુધી સ્થિતિને જાળવી શક્યું હોત. લશ્કરે જાણતાં-અજાણતાં અનેક બાળકોને દૃષ્ટિહીન બનાવી નાખ્યા. સગીરોની સામે પણ હિંસા આચરવામાં આવી. કદાચ બીજી કોઈ રીતે આનો ઉપાય શોધી શકાયો હોત, પરંતુ મારો આક્રોશ ત્યારે ચરમસીમા પર હતો, જ્યારે ભારતીય લશ્કરના મથક પર હુમલો થયો. અહેવાલો અનુસાર હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. મારું માનવું છે કે આવા સમયે રાજદ્વારી ચર્ચાઓને બાજુએ મૂકી દેવાની જરૂર છે. પાકિસ્તાનો આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને મદદ કરીને અમેરિકાની પાછળ છુપાઈ જવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. નાટો પર હસ્તાક્ષર કરનારા દેશનો આંતરરાષ્ટ્રીયસ્તરે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે અમેરિકન કૉંગ્રેસે તેને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આપણી સરકારનો સંઘર્ષ પાક સરકારની સામે હોઈ શકે છે, નહીં કે ત્યાંના નાગરિકોની સામે. પાકિસ્તાની જનતા પણ આપણી જેમ શાંતિ ઇચ્છે છે. યુકેમાં રહીને હું અનેક પાકિસ્તાની પરિવારોની સાથે સંપર્કમાં આવ્યો, જેઓ મારી સાથે પરિવારના એક સભ્યની જેમ વર્તે છે. આપણે પણ યાદ રાખવું જોઈએ કે આપણો સંઘર્ષ આતંકની સામે છે, આતંકવાદીઓની સામે છે. તેના કારણે એવા એક પણ પાકિસ્તાની નાગરિકને નુકસાન પહોંચાડે, જે પોતાના માટે પોતાના પરિવાર માટે શાંતિ ઇચ્છતો હોય.

અભિષેક રખેજા, 20

એડનબરોયુનિવર્સિટી

facebook.com/AbiRakheja

અંડર -

કરન્ટઅફેર્સ વિશે 30થી ઓછી વયના યુવાઓનો અભિપ્રાય

અન્ય સમાચારો પણ છે...