તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉના નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ દ્વારા વસંતોત્સવ કાર્યક્રમનું આયોજન

ઉના નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ દ્વારા વસંતોત્સવ કાર્યક્રમનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના | ઉનામાં18 ફેબ્રુઆરીએ નાથળીના ઉનેવાળ બ્રહ્મસમાજ દ્વારા વસંતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. નાથળીયા ઉનેવાળ વિદ્યાર્થી સેવક મંડળ (મુંબઇ) દ્વારા નાથળીયા ઉનેવાળ વિદ્યાર્થી ભવનમાં જ્ઞાતિનો 33 મો વસંતોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ફાગણસુદ 3 રવિવાર તા.18 ફેબ્રુ.ના રોજ યોજાનાર કાર્યક્રમમાં સંસ્થામાં રહી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીભાઇ બહેનોનાં સન્માન પુરસ્કાર વિતરણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સમુહ લગ્ન તેમજ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવેલ છે. સમુહલગ્ન અને યજ્ઞોપવિતમાં જોડાવા ઉત્સુક જ્ઞાતિજનોએ મા.સ.ઓઝાના ઉનેવાળ વિદ્યાર્થી ભવન દેલવાડા રોડ ભવાની શંકર ઓઝા માર્ગ ખાતેથી ફોર્મ મેળવી વહેલી તકે ભરી જવા જણાવેલ છે. તકે મોટી સંખ્યામાં નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજના લોકો ઉપસ્થિત રહે એવું અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...