તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉનાના રાણવશી પ્રા. શાળાની છાત્રાઓ ગણિત મહોત્સવમાં રાજ્ય કક્ષાએ ઝળકી

ઉનાના રાણવશી પ્રા. શાળાની છાત્રાઓ ગણિત મહોત્સવમાં રાજ્ય કક્ષાએ ઝળકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાના રાણવશી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઓલ ઇન્ડીયા રામાનુજન મેથ્સ કલબ દ્વારા જસદણ તાલુકાના વાંગધ્રા ખાતે રાજ્ય કક્ષાના 14 માં ગણિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પછાત એવા ઉના તાલુકાનું નાના એવા ગામની સરકારી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શિલ્પાબેન ચીનાભાઇ પામક તેમજ હેતલબેન રામભાઇ સોલંકીએ પણ સ્પર્ધામાં તેમના ગણિત-વિજ્ઞાન શિક્ષિકા ઇન્દુબા કે ભાલીયાના માર્ગદર્શન હેઠળ ગણિત મોડેલ અને ગાણિતિક કોયડાઓ એમ 2 વિભાગમાં ભાગ લીધો હતો. તેમાંથી ગાણિતિક કોયડાઓ વિભાગમાં રાણવશી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થતા તેમને ભારતના ખ્યાતનામ થયા હતા. અને હવે આગામી મહીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે એમેરાલ્ડ હાઇટલ ઇન્ટરનેશનલ સ્કુલમાં રાષ્ટ્રીય કક્ષાના ગણિત મહોત્સવમાં ભાગ લેવા જશે. પ્રસંગે ઇન્દુબા ભાલીયા તથા બન્ને વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય મનુભાઇ સોલંકી, સ્ટાફગણ, એસ.એમ.સી કમિટી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ માલુબેન બાંભણીયા તથા ગ્રામ પંચાયત સભ્યોએ શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું. તસ્વીર-જયેશગોંધીયા

અન્ય સમાચારો પણ છે...