તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકોલવાડીની ગૌશાળામાં આગ, ઘાસચારો બળીને ખાક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાનાંઆંકોલવાડી ગામનાં પાદરમાં આવેલ વલ્લભ નિરાધાર ગૌશાળામાં શનિવારે બપોરનાં અરસામાં અચાનક આગ લાગી હતી અને ઘાંસનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો. આંકોલાવાડીથી ઊના જતાં રોડ પર આવેલ ગૌશાળામાં ભીષણ આગ લાગી હતી. જેમની જાણ ગૌશાળાનાં સંચાલકોએ આંકોલવાડી ઉપરાંત વાડલા, મંડોરણા, ભામણાસા ગામનાં ખેડુતોને કરતાં 14 ટ્રેકટરો પાણીનાં ટાંકા સાથે આવી પહોંચ્યા હતાં અને આગ વધુ પ્રસરવા લાગતાં વેરાવળ ન.પા.ના ફાયર ફાઇટર પણ મંગાવાયા હતાં. બાદમાં એકી સાથે પાણીનો મારો ચલાવતાં બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી અને ઘાંસચારો, ગોડાઉનનાં પતરા સહીતની વસ્તુઓનો નાસ થયો હતો અને 10 લાખનું નુકશાન થયું હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું. અને ગૌશાળાનાં પ્રમુખ લકીભાઇ સોજીત્રા, ભરતભાઇ રાદડીયા સહિતનાઓએ આગની ઘટનાથી થયેલ નુકશાન ભરપાઇ કરવા સેવાભાવી ગૌભકતોને આગળ આવવા અપીલ કરી હતી.

ફાયર બ્રિગેડે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો. તસ્વીર-જીતેન્દ્રમાંડવીયા

અન્ય સમાચારો પણ છે...