તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • 5 કર્મીઓ બજાવશે ફરજ, બાણેજ તીર્થનાં મહંત માટે ચૂંટણી પંચે કરેલી વ્યવસ્થા

5 કર્મીઓ બજાવશે ફરજ, બાણેજ તીર્થનાં મહંત માટે ચૂંટણી પંચે કરેલી વ્યવસ્થા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાન સભાની ચૂંટણી દરવાજા પર દસ્તક દઇ રહી છે અને 9મી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ત્યારે મધ્યગીરે એક મત એવો છે કે જેના માટે પાંચ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવશે. જીહાં મધ્યગીરનાં બાણેજ દેશનું એક માત્ર મત ધરાવતું મતદાન મથક છે. અહિંનાં મહંત દરેક ચૂંટણીમાં પોતાનો મત આપી મતદાન કરતા હોય છે. ત્યારે તેમનાં માટે એક આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથો સાથ દર વખતે ચૂંટણી પંચનાં નિયમ અનુસાર તમામ સ્ટાફ પોતાની ફરજ બજાવે છે.

લોકોશાહીમાં પોતાનો મત આપીને બાણેજ તીર્થનાં મહંત ભરતદાસ ગુરૂ કરશનદાસ પોતાની ફરજ અદા કરે છે. અને મત્તાધિકારનો ઉપયોગ કરે છે. બાણેજ તીર્થ સ્થાન પાસેથી નદી પસાર થતી હોય છે. અને નદીમાં પાણી હોય તો ચૂંટણી પર ફરજ બજાવતા સ્ટાફે નદીમાંથી ફરજીયાત પસાર થવું પડે છે. ગીર મધ્યે બાણેજ આવેલું હોવાથી અહિં આશ્રમમાં મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. અને એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા 1 પ્રિસાઇડીંગ ઓફિસર, 1 પોલીંગ ઓફિસર, 1 પોલીંગ વન, 1 પટ્ટાવાળા અને 1 પોલીસ કર્મી સહિત પાંચનો સ્ટાફ કાર્યરત રહેશે. મતદાનનાં આગલા દિવસે તમામ સ્ટાફ પોતાના ફરજનાં સ્થળ પર પહોંચી જશે. મતદાનનો સમય સવારે 8 વાગ્યાનો હોઇ છે. ત્યારે બાણેજનાં મહંત સવારે 10 વાગ્યાની આસપાસ મતદાન કરી દેતા હોવાનું જાણવા મળે છે. ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ભરતદાસ બાપુએ 10 વાગ્યાની આસપાસ મતદાન કર્યું હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું હતું.

ભારતદેશમાં એક માત્ર મતદાન મથકમાં પાંચ કર્મચારીઓ એક દિવસ અગાઉ અહિં પહોંચી જાય છે. અને મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ઇવીએમ મશીન લઇને પરત આવે છે.

અન્ય સમાચારો પણ છે...