• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • દીવમાં એન્ટીક વસ્તુની ચોરીનો ભેદ ખુલ્યો, 3 શખ્સોની અટક

દીવમાં એન્ટીક વસ્તુની ચોરીનો ભેદ ખુલ્યો, 3 શખ્સોની અટક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવમાંનગરશેઠની હવેલી તરીકે જાણીતા બંગલામાં થોડા સમય પહેલા એન્ટીક વસ્તુઓની ચોરી થયા બાદ પોલીસે ઊનાનાં નાલીયામાંડવીનાં ત્રણ ભાઇઓને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

દીવમાં નગરશેઠની હવેલી તરીકે જાણીતા બંગલામાં મકાન માલીક ભરતભાઇ કામલીયા દ્વારા પોર્ટુગીઝ સમય કાળનાં કિંમતી સિકકા તેમજ એન્ટીક વસ્તુઓનો સંગ્રહ કર્યો હોય ઐતિહાસીક સંગ્રહાલય તરીકે ઓળખાતા બંગલામાંથી થોડા સમય પહેલા એન્ટીક ચીજ વસ્તુઓની ચોરી થવા પામતા કામદાર રૈયાભાઇ પુજાભાઇની ફરિયાદ આધારે એસપી સમીર શર્માનાં માર્ગદર્શન હેઠળ એસડીપીઓ ગીરીરાજસિંહ, ભીમજી સોલંકી, મગન વાજા સહિતની ટીમે તપાસ હાથ ધરી ઊના તાલુકાનાં નાલીયામાંડવીનાં જાવીદ હબીબ શેખ અને હુશેન હબીબ શેખને ઝડપી લીધા બાદ ગુજરાતની એલસીબીને સલમાન હબીબ શેખને પણ દબોચી લેવામાં કામયાબી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...