તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમઢીયાળાની ઘટનામાં વધુ 7 ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રદેશભરમાં ગાજેલી ઊના તાલુકાનાં સમઢીયાળા ગામની દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશની સંસદને ગજવી નાંખી રાજ્ય સરકારથી માંડી કેન્દ્ર સરકારને પણ હચમચાવી નાંખેલ છે અને ઘેરા પડધા પડ્યા છે. ત્યારે ઘટનાને જાણે પોલીસ હળવા મુડમાં લેવા માંગતી હોય તેમ સીઆઇડી ટીમ ઊના તપાસમાં પહોંચે તે પહેલા ઝડપી રીતે આરોપીને ઝડપી પાડવા ગતિવીધી તેજ કરાયેલ છે.

સમઢીયાળા ગામે દલિત યુવાનોને માર મારવા અને તેના જાહેરમાં બાંધી સરઘસ કાઢવાનાં ઘેરા પડધા રાષ્ટ્રીય આયોગ પંચની ઊનાની મુલાકાત પછી પડ્યા છે અને ગુજરાત સરકારે પણ આની ગંભીર નોંધી લીધા બાદ દલિત સમાજનાં આગેવાનોને સાંભળી તેમને પુરતો ન્યાય અપાવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે તમામ વિડીયોનાં આધારે જેમ-જેમ ચહેરા ખુલ્લા જાય છે તેમ-તેમ આરોપીઓની ઘરપકડ કરાતી હોવાનું જાણવા મળે છે. ઘટનામાં પહેલા નવ આરોપી ઝડપાયા હતા ત્યારબાદ વધુ 7 આરોપીને પોલીસએ પકડી પાડેલ છે અને પકડાયેલા શખ્સોનો આંક 16 પર પહોંચી રહ્યો છે. પોલીસ તપાસનીસ અધિકારીએ આપેલ વિગત અનુસાર મોટા સમઢીયાળા ગામની ઘટનામાં સંડોવાયેલા વધુ સાત અારોપીમાં જયદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ, ખાટુ ઉર્ફે ગોપાલ હમીર ગોહિલ, સુમિત મેરૂભાઇ ગોહિલ, પ્રતાપ ઉર્ફે ગટી પથુભાઇ ગોહિલ, વિક્રમસિંહ ઉર્ફે વિકી માલાભા ગોહિલ, અજીતસિંહ કરણસિંહ ગોહિલ, દિપક ઉર્ફે રાધે વિઠ્ઠલભાઇ શીયાળ રે.1 થી 5 નાં સામતેર તા.ઊના તેમજ 6 નાં નાંદરેખ અને આરોપી નં.7 ઊના ખોડીયારનગરવાળાને ગતરાત્રીનાં 11:30 કલાકે બનાવ અનુસંધાને પકડી ધોરણસરની અટક કરી છે અને તેની પૂછપરછ શરૂ હોય તેમજ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાશે તેવું પોલીસ સુત્રએ જણાવેલ છે. સમઢીયાળા ગામની ઘટના બાદ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અગ્નિભરી સ્થિતી સર્જાયેલ છે તેને ધ્યાને લઇ ઊના એસટી ડેપોએ તમામ રૂટોની બસો બંધ કરી દેતાં અનેક મુસાફરો રજળી પડ્યા હતા. આજે મસગ્ર શહેરમાં રાબેતા મુજબ જનજીવન શાંતિપૂર્વક રહ્યુ છે. ઊના એસટી બસોનાં રૂટો બંધી દેવાતા સામતેર ગામની વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે અવર-જવર કરતી હોય તે બસો બંધ થતાં રજળી પડતાં તેને ઊના પીઆઇ વાઘેલા પોતાની ગાડીમાં બેસાડી તેમના ગામે મુકવા ગયેલ હતા. સમગ્ર સમઢીયાળા ગામની ઘટના બાદ બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવતા આવતીકાલે ઊના પહોંચી રહ્યો હોવાનું પોલીસ સુત્રએ જણાવેલ છે.

વધુ સાત આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. તસવીર- જયેશ ગોંધીયા

આવતીકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી ઊનાનાં મોટા સમઢીયાળા ગામની મુલાકાતે આવે છે

સમગ્રદેશને હચમચાવી નાંખનાર ઊનાનાં મોટા સમઢીયાળા ગામે દલિત પરિવાર પર આચરવામાં આવેલ જનધન્ય અપરાધ બાદ દેશની સંસદ ગાજી ઉઠી છે. ત્યારે ઘટનાની જાત તપાસ અર્થે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખુદ ઊના તાલુકાનાં સમઢીયાળા ગામે આવતીકાલે આવી રહ્યા હોવાનું આધારભૂત સુત્રએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો