તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • અમરેલી અજંપા ભરેલી શાંતિ વચ્ચે સજ્જડ બંધ, દલિતોની વિશાળ રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી અજંપા ભરેલી શાંતિ વચ્ચે સજ્જડ બંધ, દલિતોની વિશાળ રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલીત યુવાનો પર થયેલા અત્યાચાર સામે વિરોધ દર્શાવવા અમરેલીમાં યોજાયેલી દલીતોની રેલી નિકળતા શહેરભરમાં અજંપાનું વાતાવરણ છવાઇ ગયુ હતું. ટોળાએ શહેરભરમાં ફરી કેટલાક સ્થળે પત્થરમારો કરી શહેર બંધ કરાવ્યુ હતું. ચિતલ રોડ પર ટોળાના પત્થરમારામાં એક પોલીસકર્મીના મોત સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ તથા પોલીસે કરેલા બળપ્રયોગમાં 20 દલીતો ઘાયલ થઇ ગયા હતાં. આઠ એસટી બસમાં તોડફોડ કરાતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો અને સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

ગૌપ્રેમીઓએ ગુજારેલા અત્યાચાર સામે માત્ર દલીત સમાજમાં નહી પરંતુ સમાજના દરેક વર્ગમાં રોષની લાગણી છે. પ્રકારના અત્યાચારો સખત હાથે ડામી દેવા જોઇએ તેવી લાગણી સર્વત્ર પ્રસરી રહી છે. ખાસ કરીને દલીત સમાજ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરવા ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અમરેલીમાં પણ આજે જીલ્લાભરમાંથી ઉમટી પડેલા દલીતોએ વિશાળ રેલી કાઢી હતી. મોટાભાગના દલીત સમાજના લોકોએ શાંત પ્રદર્શન કર્યુ હતું. પરંતુ તેમની સાથે કેટલાક ટીખળી તત્વો પણ જોડાયા હતાં. અત્યાચારના બનાવો સામે ન્યાય મેળવવા સમાજના તમામ વર્ગોને સાથે લઇને ચાલવાને બદલે ટીખળી તત્વોએ જાણે સમાજના તમામ વર્ગોને નિશાન બનાવ્યા હતાં. આઠ એસટી બસોમાં તોડફોડ કરાઇ હતી. અમરેલીમાં બજાર બંધ રખાવવા કેટલાક સ્થળે પત્થરમારો કરાયો હતો. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ પ્રસરી જતા શહેરની બજારો સજ્જડ બંધ રહી હતી. આખો દિવસ બજારો બંધ રહી હતી. લાઇબ્રેરી ચોકમાં તો ટોળાએ બેંક બંધ કરાવવા પણ પ્રયાસ કર્યો હતો. આખરે જે વિસ્તારમાં રેલીની પરમીશન હતી તે ચિતલ રોડ પર રેલી લઇ જવાઇ હતી. જ્યાં સમગ્ર બબાલ સર્જાઇ હતી.

ટોળાના પત્થરમારામાં એલસીબીના પોલીસ જવાન પંકજ અમરેલીયાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેનું પાછળથી રાજકોટ દવાખાને મોત થયુ હતું. પોલીસ વડા સહિત પાંચ અન્યને ઇજા પહોંચી હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા બાદ લાઠીચાર્જ પણ કર્યો હતો. જેમાં 20 દલીતોને ઇજા થયા બાદ દવાખાને પણ ખસેડાયા છે. પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી સહિતના કોંગી આગેવાનો સિવીલ હોસ્પિટલે દોડી ગયા હતાં. જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબાર, રીતેષભાઇ સોની સહિતના ભાજપ આગેવાનો પણ સિવીલે દોડી આવ્યા હતાં. મોડી રાતે 16 શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. આમ અમરેલીમાં વિશાળ રેલી સાથે દલિતો રસ્તા પર આવી ગયા હતા. આમ ઠેર ઠેર મોટા સમઢીયાળાની ઘટનાને લઈ ઘેરા પડઘા પડી રહ્યાં છે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી નિકળી હતી જો કે, એસટી બસો પર પથ્થરમારાથી તેના કાચ તુટી ગયા હતા. તસવીર- પ્રકાશ ચંદારાણા

રૂટ બદલી રેલી ચિતલ રોડ પર લઇ જવાઇ

અમરેલીનાડીવાયએસપી શર્માએ આજે પત્રકારોને જણાવ્યુ હતું કે નવચેતન વાળા તરફથી દલીત સમાજની રેલીનું આયોજન કરાયુ હતું. શરૂઆતમાં તો 150 લોકો રેલીમાં હતાં. એસટી સ્ટેન્ડ આસપાસ તોડફોડ કરાઇ હતી. જેને કાબુમાં લેવાયા બાદ રૂટ બદલીને રેલી ચિતલ રોડ તરફ લઇ જવાઇ હતી. જ્યાં ભારે પત્થરમારો કરાતા ટીયરગેસ સેલ છોડી લાઠીચાર્જ કરાયો હતો. ટોળાએ હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ પર પત્થરમારો કરતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આમ પથ્થરમારાને પગલે નાસ ભાગ મચી હતી.

રેન્જ આઇજી પણ દોડી આવ્યા

પત્થરમારામાંઘાયલ પોલીસકર્મીના મોતની ઘટના બાદ ખુદ રેન્જ આઇજી પણ અમરેલી દોડી આવ્યા હતાં અને સમગ્ર પરિસ્થિતી પર ચાંપતી નઝર રાખી હતી. અહિં એસઆરપીની વધારાના પોલીસકર્મીની ટુકડીનો પણ બંદોબસ્ત જાળવી રખાયો છે.

કલેક્ટરકચેરીમાં સઘન બંદોબસ્ત

પત્થરમારાઅને ચિતલ રોડ પર મોટી બબાલ સર્જાયાને પગલે અમરેલીની કલેક્ટર કચેરીમાં પણ પોલીસકર્મીઓનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પથ્થરમારામાં 20 દલિતો ઘાયલ, 8 એસટીમાં તોડફોડ કરાતાં વાહન વ્યવહાર ખોરવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો