તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં દલિત યુવાનોની સામુહિક વિલોપનની ચિમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારમાંદલિત સમાજે ઊનાની ઘટનાનાં વિરોધમાં મંગળવારે ચક્કાજામ કરી યુવાનોએ સામુહિક આત્મવિલોપનની ચિમકી આપતું આવેદન મામલતદારને આપ્યું હતું.

કોડીનારમાં મંગળવારે બપોરનાં અરસામાં ડો.આંબેડકરની પ્રતિમા પાસે દલિત સમાજનાં યુવાનોએ એસટી બસ સહિતનાં વાહનોને રોકી બે કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. પોલીસ કાફલાએ તુરંત દોડી જઇ સમજાવટ કરી ટોળાને વિખેરી નાંખ્યા હતાં. કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો હતો. બાદમાં દલિત સમાજે મામલતદારને આવેદન આપી ઊનાની ઘટનામાં સંડોવાયેલા 30 થી 35 શખ્સો તમામની પાંચ દિવસમાં ધરપકડ કરવામાં નહીં આવે તો 100 થી 150 દલિત યુવાનો સામુહિક આત્મવિલોપન કરશે એવી ચિમકી આપી હતી. તેમજ મોટાસમઢીયાળાનાં સરપંચને હોદાપરથી દુર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.

યુવાનોએ રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કર્યો. તસવીર- અરવિંદ સુચક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો