તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ 21, કેજરી 22મીએ ઊનાની મુલાકાતે આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોદી સરકાર‘સરમુખત્યાર’ જેવું વલણ કરે છે : કેજરી


ઉનાનાદલિત યુવાનો પર અત્યાચાર મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાહૂલ ગાંધી 21મીએ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 22મીએ અત્યાચારથી પીડિત દલિતોની વ્યથા સાંભળવા ઉના આવી રહ્યા છે. આપના મીડિયા સેલના જણાવ્યા મૂજબ 22મીએ કેજરીવાલ ઉનાના પીડિત દલિત યુવાનોની મુલાકાત લઈને તેમની વેદના સાંભળશે જો કે ‘આપ’ના સૂત્રોએ આપેલી માહિતી મૂજબ સંભાવના છે કે કેજરીવાલ પીડિત દલિતોને દીલ્હી સરકાર તરફથી અથવા તો પાર્ટી તરફથી 5 લાખ કે તેથી વધારે રકમનું વળતર ચુકવવાની જાહેરાત પણ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતિ અનુસાર રાહુલ ગાંધી દીવ અથવા તો રાજકોટ એરપોર્ટ પર ઉતરી અને ઉના ખાતે દલિતોની મુલાકાત કરશે.

...અનુસંધાન પાનાં નં.17

ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. જે અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપ પ્રમુખ રાહુલ ગાંધી 21મી જુલાઈના રોજ પીડિત દલિત યુવાનો અને તેમના પરિવારને સાંત્વના આપવા અને તેમની વેદનાને સાંભળવા માટે ઉનાની મુલાકાત લેશે. ઉલ્લેખનિય છે કે સંસદના ચોમાસુ સત્રમાં ઉનાના દલિતો પરના અત્યાચારનો મામલે ભારે ચર્ચા થઈ ચુકી છે. ભાજપને ઘેરવા માટે બીએસપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 20 જુલાઈના રોજ ઉનાની મુલાકાત લઈ રહ્યા છે. તેના બીજા દીવસે રાહુલ ગાંધી અને તે પછીના દિવસે અરવિંદ કેજરીવાલ ઉનાની મુલાકાત લેશે.

પીડિત દલિતોની વ્યથા સાંભળવા માટે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો