તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉંટવાળામાં રાશનની દુકાને લોકોને પડે છે ભારે મુશ્કેલી

ઉંટવાળામાં રાશનની દુકાને લોકોને પડે છે ભારે મુશ્કેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાનાં ઉંટવાળાનાં પુર્વ સરપંચ મુળુભાઇ સાંખટએ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગને રજુઆત કરી છે કે, સરકાર દ્વારા જાહેરાત કરે છેકે ગરીબ વર્ગના લોકોને લાભ મળે અને સસ્તા અનાજની ચિજવસ્તુઓ રાહત ભાવે મળી રહે. જ્યારે ગરીબ કુંટુંબના મુખ્ય માણસ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજુરી કામે જતા હોય છે. તેના બાળકો કુપન લઇ સસ્તા અનાજ લેવા દુકાને જતા હોય છે. પરંતુ અંગુઠાની ફિંગર વિના માલ આપવામાં આવતો હોય. આમ ગરીબ વર્ગના લોકો માટે પ્રથા ગંભીર બાબત ગણાવી શકાય. જ્યારે ગરીબ વર્ગના મુખ્ય સભ્ય મજુરી જતી કરી ઘરે રોકાય અને કુપનની દુકાને માલસામાન લેવા જવુ પડે છે. ત્યારે અંગુઠાના ફિંગર લેવામાં આવે ત્યાર બાદ માલસામાન આપવામાં આવે છે. અને દિવસની મજુરી જતી કરવી પડે છે. જેના કારણે તેના પરિવારનાં ભરણપોષણ માટે મુશ્કેલી ઉભી થઇ રહી છે. સરકાર દ્વારા અંગુઠાના ફિંગર લીધા બાદ માલ આપવામાં આવે છે. આમ અંગુઠાના ફિંગર લેવાની પ્રથા સરકારે બંધ કરવી જોઇએ અથવા જે કુપનમાં જેટલી વ્યક્તિના તેમાં નામ હોય તે બધાના ફિંગર લઇ માલ મળવો જોઇએ તેવી માંગ પુર્વ સરપંચ દ્વારા ડે.કલેકટરને પત્ર લખી કરાઇ છે.

જેટલા વ્યકિતનાં કુપનમાં નામ હોય તે બધાનાં ફિંગર લઇ માલ મળવો જોઇએ

અન્ય સમાચારો પણ છે...