તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉનાનાં નવાબંદર નજીક ખાડીમાંથી ગેરકાયદેસર રીતે થતી રેતીની ચોરી

ઉનાનાં નવાબંદર નજીક ખાડીમાંથી ગેરકાયદેસર રીતે થતી રેતીની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાના નવાબંદર સામેના ભાગે આવેલા ઝખરવાડા, રજપુત રાજપરા વચ્ચેના દરીયાઇ સીમા હદ નજીક તદ્નન અડી આવેલા દરીયાની ખાડી વિસ્તારમાંથી મોટા પાયે રોજના સેકડો ટ્રેક્ટરો ભરાયને દરિયાની રેતી ખનીજ માફીયાઓની મીઠી નજર હેઠળ ગે.કા. ઉઠાવી લઇ જતા હોવાનું હકીકત જોવા મળી રહ્યુ છે. ખનીજ ચોરીનાં કારણે નજીકમાં આવેલ ઝાખરવાડા, રામપરા, વિસ્તારના વસ્તી ધરાવતા ગામોમાં ધુસી જવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. વિસ્તારમાંથી મસ્છુન્દ્રી નદીના સીધા પાણી નવાબંદરની ખાડી વિસ્તારમાંથી દરીયા સાથે ભળતા હોય અને ચોમાસામાં દરીયો તોફાની બની જતો હોય મોજા બંદર ઉપર આવેલ ધકાઉપર ચડાવેલી બોટોને નુકશાન કરતી હોય અને માછીમારો પાયમાલ બની જાય છે. તેમજ ચોમાસામાં ભારે વરસાદના કારણે ઝાખરવાડા, નાંદણ, રામપરા જેવા ગામોમાં પાણી ખુસી જતા હોવાના કારણે સંપર્ક વિહોણા બની જતા હોય છે. આવી સ્થિતી વચ્ચે હાલમાં દરીયાની બરાબર અડીને આવેલી કિનારા પરની દરીયાઇ રેતીની ખનીજ ચોરી વિસ્તારના કેહેવાતા માથા ભારે ખનીજ માફીયાઓ પોતાની નિગેબાની હેઠળ રોજના સેંકડો ટ્રેક્ટરો મજુરો મારફત ઉચી કિંમતમાં ઉના પંથક તેમજ દિવ વિસ્તારમાં ધકેલી લાખો રૂપિયા કમાવી સરકારની રોયલ્ટીને પણ ચુનો લગાવી દેતા હોય દરીયાઇ હદમાં પાંનસો મિટર સુધી કોઇપણ પ્રકારના ખોદકામ કરવાની મનાય હોવા છતાં બેરોકટોક પ્રમાણે ખનીજ ઉપાડવામાં આવતુ હોવા છતાં ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક કચેરીના અધિકારીઓ આંખ આડા કાન કરી ખનીજ માફીયાઓને આડકણી રીતે મદદ કરવા ખુંમટો તાણી બેઠ્યા હોય અને લોકોના જીવન જોખમ ઉપર હોય ખનીજ તાત્કાલીક રીતે બંધ કરાવવા આજુબાજુ વિસ્તારોમાં રહેતા ગામ લોકોની માંગણી ઉઠી રહી છે.

કોસ્ટલ હદમાં માથાભારે ખનીજચોરોના કારણે બંદર વિસ્તાર ભયજનક

અન્ય સમાચારો પણ છે...