મોજાંની થપાટથી બોટ ડુબી, આઠ ખલાસીનો બચાવ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાં સૈયદ રાજપરાનાં દરિયામાં

ઉનાનાસૈ.રાજપરાનાં બંદરેથી ત્રણ દિવસ પુર્વે બાબુભાઇ પુંજાભાઇ બાંભણીયાની રામપ્રસાદ નામની બોટ ફિશીંગમાં ગયેલી જેમાં ટંડેલ મનુભાઇ ભીમાભાઇ બાંભણીયા, મંગાભાઇ વરજાંગભાઇ રાઠોડ, અનિલભાઇ વજુભાઇ રાઠોડ, શૈલેષભાઇ લાખાભાઇ ડાભી, સુરેશભાઇ વરજાંગભાઇ શિયાળ, પરેશભાઇ જીલુભાઇ રાઠોડ, કેશુભાઇ પુનાભાઇ રાઠોડ, નિલેશભાઇ કેશુભાઇ રાઠોડ ગયેલ હતાં અને ઓખી વાવાઝોડાનો વાયરલેસથી મેસેજ મળતાં પરત આવી રહયાં હતાં ત્યારે ઉછળતાં મોજાની થપાટ લાગતાં બોટમાં નુકશાન થવા સાથે પાણી ભરાવા લાગતા તમામ ખલાસીઓ જીવ બચાવવા ખાડીમાં કુદી પડયા હતાં. દરમિયાન ખાડીમાં લાંગરેલી બોટનાં અન્ય ખલાસીએ દરિયામાં કુદી પડી ટંડેલ સહિતનાં આઠેય ખલાસીઓને કલાકોની મહેનત બાદ બચાવી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...