• Gujarati News
  • ગુંદા ગામની વાડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

ગુંદા ગામની વાડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાપંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી શરાબ બહારથી લાવીને મોટા પાયે વેચાણ થતુ હોવાની રાવ ઉઠી છે. ત્યારે ગુંદા ગામની વાડીમાં પોલીસે છાપો માર્યો હતો. જેમાં 316 વિદેશી શરાબની બોટલ સાથે કુલ રૂ. 1,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળામાં પાણી નથી મળતુ પણ દારૂ મળી જાય તેવી રાવ ઉઠી છે. જિલ્લાનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની હેરફેરની ફરિયાદ મળતી હતી. આથી પોલીસે ચોટીલા તાલુકાનાં ગુંદા ગામની વાડીમાં દરોડો પાડયો હતો. ચોટીલા તાલુકાનાં કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં નામચીન બૂટલેગરો દ્વારા બહારથી વિશાળ જથ્થામાં વિદેશી શરાબ ઘૂસાડાઇ રહ્યો છે. ત્યારબાદમાં દારૂનું ખૂલ્લેઆમ ઉંચા ભાવોથી મો માંગી કિંમત લઇને વેચાણ થઇ રહ્યું છે. ત્યારે ચોટીલા પોલીસે તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલ વાડીનાં શેઢા ઉપર રાખેલ ઇંગ્લિશ દારૂની 361 બોટલ છાપો મારીને કબજે કરી હતી. જ્યારે સમયે વાડીમાં રાખેલ બાઈક સાથે પોલીસે કુલ રૂ. 1,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમયે કામનો આરોપી ગુંદા ગામના ભૂપતભાઈ ગોવિંદભાઈ કોળી નાસી ગયા હતાં.ચોટીલા પોલીસમાં આણંદપુર ઓ.પી.નાં જમાદાર પી.વી.ઝાલાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઈ. પી.જી.ગોહિલે શરૂ કરી છે.

પોલીસે ઝડપી લીધેલો દારૂનો જથ્થો.