• Gujarati News
  • મહારાષ્ટ્ર વિધાનસભામાં ઊનાનાં પ્રકાશ મહેતાનો વિજય

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઊનાનાં પ્રકાશ મહેતાનો વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રનાંરસાકસી ભર્યા ચૂંટણી જંગ બાદ રવિવારે જાહેર થયેલા પરિણામમાં મૂળ ઊનાનાં વતની અને છેલ્લા 6 ટમથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા પ્રકાશભાઈ મહેતા ફરી વિજેતા બન્યાં છે.

મૂળ ઊનાનાં બ્રહ્મણ શેરીમાં રહેતા પ્રકાશભાઈ મંછાશંકર મહેતા વ્યવસાય અર્થે છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈને કર્મભૂમિ બનાવી છે. અને મુંબઈનાં ઘાટકોપરમાં સ્થાયી થઈ રાજકીયક્ષેત્રે પણ ભાજપમાં મહત્વની કામગીરી પછી છેલ્લી 6 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ છે. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ બાદ ઊનાનાં વતની પ્રકાશભાઈ મહેતા ભાજપનાં દબદબા વચ્ચે વિજેતા બનતા ઊનાનાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, અશ્વિનભાઈ અાણદાણી, ચંદુભાઈ કોટેચા, તા.પં.પ્રમુખ રામભાઈ વાળા સહિતે નાઘેરનાં રત્ન એવા રાજકીય અગ્રણી પ્રકાશભાઈને ટેલિફોનીક અભિનંદન આપ્યા હતા. જ્યારે પ્રકાશભાઈનો 40,000થી વધુ મતે વિજય થતા ઊનામાં તેમના સસરા પક્ષમાં પણ આનંદની લાગણી સાથે મોં મીઠા થયા હતા. અગાઉ ભાજપ અને શિવસેનાના ગંઠબંધનમાં બે વખત કેબિનેટ મિનીસ્ટર પણ તેઓ રહ્યાં છે. પ્રકાશભાઈનાં દાદા મહાશંકરભાઈ પણ ઊના અને સનખડામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ગયા છે.