• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊનામાં બોલેરોમાંથી વિદેશી દારૂ સાથે મહુવાનાં બે શખ્સને દબોચી લેવાયા

ઊનામાં બોલેરોમાંથી વિદેશી દારૂ સાથે મહુવાનાં બે શખ્સને દબોચી લેવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરઆઇ મુસાફરને લેવા આવેલી ગાડીના ચોરખાનામાં છુપાવાયો હતો

દીવવિસ્તારમાંથી રવિવારે બપોરનાં સુમારે બોલેરો ગાડી નં.જીજે 04 એટી 5024માં એન.આર.આઇ મુસાફરો ભરેલ ઊના તરફ આવતી ગાડીમાં ઇંગ્લીસ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી ઊના પીઆઇ વાઘેલાને મળતા ડી.સ્ટાફના ધર્મેન્દ્ર સિંહ, રાજેશભાઇ, યુવરાજસિંહ, પ્રદિપસિંહ સહીતની ટીમે વિદ્યાનગર પાસે વોચ ગોઠવી ચેક કરતા ગાડીના બોનેટમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ બોટલ કિ.રૂ. 9,200નો તેમજ બોલેરો ગાડી કિ.રૂ. 5 લાખનો કુલ રૂ. 5,9,200 નો મુદામાલ મળી આવતા ગાડી ચાલક દિનેશ બચુ મેર ઉ.વ.33 નૂતન નગર વિસ્તાર મહુવા તેમજ ગોવિંદ મગન મકવાણા ઉ.વ.25 ઊમીયાવદરના મહુવા વાળાને બોલેરો ગાડી સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ હતી.ગાડીમાં બેસેલા ચાર એનઆરઆઇએ ગાડી મહુવાથી બાંધેલ હોય અને પોતે નિર્દોષ હોવાનું પોલીસને જાણ થતાં મુસાફરોને પોલીસે અન્ય ગાડી વ્યવસ્થા કરી રવાના કરી દીધા હતાં. મુસાફરોને અમદાવાદથી ફ્લાઇટ મારફતે આવતી કાલે લંડન જવાની ટીકીટ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું

દારૂનાં જથ્થા સાથે મહુવાનાં બે શખ્સ ઝડપાયા. તસ્વીર.જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...