નવાઉગલાનો શખસ બે વર્ષથી અશ્લીલ માગણી કરતો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિત પરિણીતા બીભત્સ માગણીને તાબે થતાં મકાન સળગાવી નાખ્યું

ગીરગઢડાતાલુકાના નવા ઉગલા ગામે દલીતવાસમાં રહેતા ચમાર મહિલા અશ્લિલ માંગણીને તાબેૉ થતાં ભરવાડ શખ્સે તેનાં મકાન સળગાવી નાંખતા પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસ શરૂ કરી છે.

ગીરગઢડાનાં નવા ઉગલા ગામે રહેતા સોમાભાઇ પૂનાભાઇ જોગદિયાની માનસીક સ્થિતિ સારી ઘરની જવાબદારી તેમની પત્ની કાંતુબેન પર આવી પડતાં મજુરી કામ કરી ગુજરાન ચલાવતા હતાં. સગીર છોકરીને ભગાડી જવાના કેસમાં તેનો પુત્ર દિલીપ જેલમાં છે. બનાવમાં ગામનો જીણા લખમણ ભરવાડ મદદ કરતો અને કાંતુબેનનાં ઘરે આવતો રહેતો અને કાંતુબેન પાસે બિભસ્ત માંગણી કરતો. રવિવારે ઘરે આવીને બિભસ્ત માંગણી કરેલ પરંતુ કાંતુબેન તાબે થતા ઉશ્કેરાયને તને જીવતી સળગાવી નાખીશ તેમ કહી ત્યાથી ચાલ્યો ગયો અને 10:30 વાગ્યે પાછા આવી કાંતુબેનનાં મકાનનું ઢાળીયું અને ઢોરવાડીયુ સળગાવી દીધું હતું.

ઘર પાસે ચુસ્ત બંદોબસ્ત, આરોપીને અટકમાં લેવા પોલીસની દોડધામ

અન્ય સમાચારો પણ છે...