તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નજીવી બાબતમાં આધેડ પર હુમલો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડાદિવસ પહેલા દેલવાડા રોડ પર આવેલ એચએમવી કોલેજ પાછળ રહેતા અરજણભાઇ સોરઠીયા રસ્તા પર જઇ રહ્યા હતા દરમિયાન જયેશ દિનેશ સોરઠીયા એજ વિસ્તારમાં રહેતા શખ્સે રસ્તા પર હાથ ઉચો કરી બોલાવી ભુંડી ગાળો બોલવા લાગેલ જે બોલવાની ના પાડતા અને બન્ને વચ્ચે અણબનાવો બનતા ઉશ્કેરાઇ ગયેલ શખ્સે અરજણભાઇને ડાબા પડખામાં પેટના ભાગે છરીના ઘા મારતા ગંભીર રીતે ધવાઇ ગયેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યો હોય મારામારીનો બનાવ પોલીસમાં કલમ આઇપીસી 307 મુજબ ગુનો નોધાયો હતો.

જે શખ્સ શનિવાર રાત્રીના દેલવાડા રોડ પર ખુલ્લે આમ ફરતો હોય જેમની પોલીસને જાણ થતા પીઆઇ ખુંમાણ તેમજ સ્ટાફ સાથે દોડી ગયેલ અને શખ્સને પકડી પાડી જેલ હવાલે કરેલ હતો. બનાવની વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...