તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ | યુવા સંસ્થ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરગમ ક્લબ દ્વારા વિકલાંગો માટે 1 થી 3 માર્ચ સુધી નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ સવારે 8.30 કલાકે સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેક્ટર કચેરી પાસે રાજકોટમાં યોજાશે. કેમ્પમાં જરૂરિયાતમંદોને નિ:શુલ્ક કૃત્રિમ પગ બેસાડી અપાશે. કેલીપર્સ, કાંખ ઘોડી વિનામૂલ્યે અપાશે. નામ નોંધણી મંગળવારે સવારે 8.30 કલાકે ઉપરોક્ત સરનામે કરવાની રહેશે. નોંધાયેલ દર્દીઓને 2 અને 3 માર્ચ સારવાર અપાશે. વિકલાંગ વ્યક્તિઓએ ચૂંટણી, પાનકાર્ડ અથવા લાઇસન્સ અને તબીબી પ્રમાણપત્રની નકલ સાથે રાખવાની રહેશે. કેમ્પના સફળ આયોજન માટે ગુણવંતભાઇ
રાજકોટ | યુવા સંસ્થા વિવેકાનંદ યૂથ ક્લબ દ્વારા અંગ, ચક્ષુ અને દેહદાનની પ્રવૃત્તિઓ માટે લોકોને સમયાંતરે જાહેર ક્ષેત્રના કાર્યક્રમોના માધ્યમથી અનુરોધ કરાય છેે. સૌરાષ્ટ્ર, ગુજરાતમાં અંગ, ચક્ષુ અને દેહદાનના કાર્યને વેગ મળે અને લોકો વધુમાં વધુ સેવા કાર્યમાં જોડાય તે માટે માહિતી આપતી શિબિર 28 ફેબ્રુઆરીના સવારે 10.30 કલાકે રેસકોર્સ, લોક વિજ્ઞાન કેન્દ્રમાં યોજાશે. ડો.દિવ્યેશ વિરોજા, ડો.કમલ ડોડિયા, ડો.સંકલ્પ વણઝારા ઉપસ્થિત રહી માહિતી આપશે. પ્રથમ વખત યોજાનારી શિબિરમાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી ભરતભાઇ ગાજીપરા, ડોલરભાઇ કોઠારી, હર્ષદભાઇ ઓઝા વગેરે ઉપસ્થિત રહેશે.

શૈક્ષણિક | ધોરણ 10ના છાત્રો માટે ઉપયોગી મોબાઇલ એપ

માહિતી | અંગ, ચક્ષુ, દેહદાન વિશે માહિતી આપતી શિબિર

સેવા | વિકલાંગો માટે મફત જયપુર ફૂટ કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...