તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવાબંદરની નદીમાં નહાવા પડેલ બે પિતરાઇ બહેન પૈકી એકનું મોત

નવાબંદરની નદીમાં નહાવા પડેલ બે પિતરાઇ બહેન પૈકી એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ બહેનો કપડા ધોવા ગઇ હતી : મુસ્લિમ સમાજમાં શોક છવાયો

ભાસ્કરન્યૂઝ. ઊના

ઊનાનાંનવાબંદર નજીક મચ્છુન્દ્રી નદી કાંઠે આજે ત્રણ પિતરાઇ બહેનો કપડા ધોવા ગયેલ અને બે બહેનો નહાવા પડતા એક બહેનનું ડુબી જતાં મોત નિપજયું હતું. બનાવથી મુસ્લિમ સમાજમાં શોકનું મોજુ પ્રસર્યુ હતું.

ઊનાનાં નવાબંદરમાં જીયાવાડી વિસ્તારમાં રહેતા અને બોટમાં ખલાસી તરીકે કામ કરતાં તૂર્ક અરબ અબ્બાસભાઇ હમદુભાઇની પુત્રી સાહેદા ઉર્ફે અજમીનબાનુ (ઉ.વ.17), તેનાં મોટાબાપાની દિકરી નજમાબેન અબ્દેરેમાન (ઉ.વ.16) અને યાસ્મીનબેન અબ્બાસભાઇ (ઉ.વ.22) આજે સવારે 11 વાગ્યાની આસપાસ નવાબંદર - જાખરવાડા વચ્ચેથી પસાર થતી મચ્છુન્દ્રી નદીનાં ધુનામાં કપડા ધોવા ગયેલ અને ત્યાં સાહેદા અને નજમા નહાવા પડેલ અને યાસ્મીન કાંઠા પર બેસેલ હતી. દરમિયાન બંને બહેનો ઉંડા પાણીમાં ડુબવા લાગતા બચાવો બચાવોની બુમો પાડતાં અહીંયા મચ્છીનો દંગો ધરાવતા ગફારભાઇ સીદીભાઇ સોઢાનાં માણસો દોડી ગયેલ અને નજમાને બહાર કાઢી બચાવી લીધી હતી. જયારે અડધો કલાકની શોધખોળ બાદ સાહેદાનો મૃતદેહ મળી આવતાં ઊના સરકારી હોસ્પિટલે પીઅેમમાં ખસેડયો હતો. બનાવનાં પગલે મુસ્લિમ સમાજનાં આગેવાનો દોડી ગયા હતાં.

પીઆઇ કે.એલ.વિંઝુડા, તા.પં. પ્રમુખ રામભાઇ વાળા સહિતનાં આગેવાનોએ હોસ્પિટલે પહોંચી મૃતકનાં પરિવારને સાંત્વના આપી હતી. બનાવથી મુસ્લિમ સમાજમાં શોકનું મોજુ પ્રસર્યુ હતું.

બે બહેનોને સારવારમાં ખસેડાઈ / જયેશગોંધીયા

બહેનોને ડુબતી જોઇ ત્રીજી બેભાન

બંનેબહેનોનેનજર સામે પાણીમાં ડુબતી જોતાં ત્રીજી બહેન યાસ્મીન બેભાન બની ગઇ હતી. શ્રમિકોએ નજમાને બચાવી લીધી હતી. બંને બહેનોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્રણ બહેનમાંથી એકનો મૃતદેહ ઘરે પહોંચતાં પરિવારમાં માતમ છવાયો હતો.

રેતીખનન મોતનું િનમિત

મચ્છુન્દ્રીનદીમાંખારા અને મીઠા પાણીનો સંગમ થતો હોય પાણીનો સંગ્રહ પણ સામાન્ય હતો પરંતુ નદીનાં પટમાંથી કોઇ તત્વો દ્વારા રેતીનો જથ્થો કાઢવામાં આવતાં મોટો ખાડો પડી ગયો હોવાથી એમાં સાહેદા ગરક બની ગઇ હતી.