તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • માંગરોળ નગરપાલિકા વીજ બીલ નહીં ભરે તો સ્ટ્રીટલાઈટો બંધ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળ નગરપાલિકા વીજ બીલ નહીં ભરે તો સ્ટ્રીટલાઈટો બંધ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળનગરપાલિકા દ્વારા વિજબીલની રૂ.10 લાખથી વધુ રકમ ચઢત થઇ જતાં પીજીવીસીએલની શહેરી વિભાગીય પેટા કચેરીનાં નાયબ ઇજનેરે ત્રણ દિવસમાં બાકી બિલ ભરપાઇ કરવા આખરી નોટિસ પાઠવી છે. અન્યતા સ્ટ્રીટલાઇટ અને વોટરવર્કસનાં વિજજોડાણ કાપી નાંખવાની ચિમકી આપતો શહેરમાં ફરી અંધારા ઉતરવાની ભીતિ સેવાઇ રહી છે.

અગાઉનાં વર્ષોમાં ન.પા.નાં શાસકોની વહીવટી અણઆવડતને લીધે વિજ કંપનીનું અ..ધ..ધ.. ચઢતબિલ ભરપાઇ કરવામાં નિષ્ફળ જતાં પ્રજાએ અનેકવાર અંધારપટનો સામનો ક્યાં છે. ત્યારબાદ વર્ષ 2008થી 2010 દરમિયાન પ્રમુખ ઇકબાલભાઇ છાપરાનાં કાર્યકાળ દરમિયાન વિજકંપનીનાં અંદાજે રૂ.30 થી 35 લાખનાં છાપરાનાં કાર્યકાળ ભરપાઇ કરાયા હતા. જેના પરિણામે છેલ્લા આાઠેક વર્ષથી લોકોએ હાહાકારો અનુભવ્યો હતો. પરંતુ ત્યારબાદ વિજબિલ ચુકવવામાં શાસકોની બેદરકારીને લીધે પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને લોકોમાં હાલાકી સર્જાય તેવી સ્થિતી નિર્માણ પામી છે.

ન.પા.ને વોટર વર્કસ અને સ્ટ્રીટલાઇટનાં બિલો નિયમીત મોકલાવવામાં આવે છે. અગાઉ 5,48,731 જેવી રકમ ચઢી જતાં, પેમેન્ટ ચુકવવા જાણ કરવામાં આવી હતી. પરંતુ ન.પા.દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ચઢત રકમ વધીને રૂ.10,16,160 થઇગઇ છે. પરંત્ ન.પા.એ બિલ ચુકવવાની તસ્દીન લેતા, તમામ ઘેરા ભરપાઇ કરવા છતાં લોકોને પાણી અને સ્ટ્રીટલાઇટની સુવિધાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

કરોડોની ગ્રાન્ટ છતાં પ્રજાને હાલાકી

શહેરનાંરસ્તા તેમજ વિકાસનાં કામો માટે રાજ્યસરકાર કરોડો રૂ.ની ગ્રાન્ટ હલગથી ફાળવે છે. તેમ છતાં શહેરની 80,000ની પ્રજાને પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી આવશ્યક સેવા બાબતે હાલાકી વેઠવી પડે તેવા સંજોગો સર્જાયા છે. હાલમાં પાણીની અછતની સ્થિતીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે. ત્યારે પ્રજાને વધુ અગવડો ભોગવવી પડે તે માટે તાકીદે વિજબિલની બાકી રકમ ભરપાઇ કરવા એડવોકેટ કે.એમ.ચાવડાએ ન.પા. પ્રમુખને પત્ર પાઠવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો