Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગૌમાતાનાં મૃતદેહની વ્યવસ્થા ગૌભક્તો કરે : દલિત સમાજે આવેદન પાઠવ્યું
મેંદરડામાંપણ દલિત સમાજનાં લોકો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અગાઉ પોરબંદરનાં સોઢાણામાં જમીન મામલે દલીત આગેવાન રામભાઇ સિંગરખીયાને માર મારતા તેનું મૃત્યુ નિપજેલ જે બાબતમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડી લેવામાં સફળતા લાગેલ નથી.બીજી તરફ ઉનાનાં મોટા સમઢીયાળા ગામે ગૌભક્તો દ્વારા દલીત યુવાનોને કાર સાથે બાંધીને માર માર્યાનાં બનાવ પછી જાણે સૌરાષ્ટ્રમાં દલીત સમાજ રોષે ભરાયો હોય તેમ ઠેર-ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સિવાય રાજકોટ જિલ્લાની ગોંડલ જેલમાં જેલર દ્વારા યુવાનને ઝેર આપ્યા હોવાની અટકળો અને આરોપો સાથે મેંદરડા દલીત સમાજનાં લોકોએ બહોળી સંખ્યામાં અેકત્ર થઇને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઉનાનાં મોટા સમઢીયાળાની ઘટનાને પગલે રોષ ઠાલવતાં કહ્યું હતું કે યુવાનો તો પોતાનું કામ કરતાં હતા. પણ જો હવે તે પણ કબુલ હોય તો પછી મૃત ગૌમાતાને હજે કહેવાતા ગૌભક્તો મૃતદેહની વ્યવસ્થા કરશે અને દલીત સમાજનાં લોકો 33 કરોડ દેવતા ધરાવતી ગૌમાતાને હાથ પણ નહી લગાવે. અત્રે નોંધનીય છે. કે ઉનાની ઘટનાને પગલે દલિતો વધુ ઉગ્ર બન્યા છે અને મુદો છેક રાજ્યસભા સુધી પહોંચ્યો છે. ત્યારે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કેવા પગલા લેવાય છે તે જોવું રહ્યું.
મેંદરડામાં દલિત સમાજ દ્વારા આવેદન અપાયું. તસવીર- પ્રવિણ ભટ્ટ