Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોલિટિકલ રિપોર્ટર | ઉદયપુર
પોલિટિકલ રિપોર્ટર | ઉદયપુર
ગુજરાતનીસરહદથી બહાર રહેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ 6 મહિના માટે ઉદયપુરમાં આવેલા હાર્દિક પટેલ પર ગુપ્તચર એજન્સીઓની નજર છે. ઘરની બહાર વીડિયો કેમેરા પણ લગાવાયા છે. સિવિલ ડ્રેસમાં જવાનો તૈનાત છે. બીજી તરફ, હાર્દિક સોમવારે શહેરના પ્રતાપનગર પોલીસસ્ટેશનમાં હાજરી ભરવા પહોંચ્યો હતો. ઉદયપુરમાં રહે ત્યાં સુધી તેણે અઠવાડિયામાં એક દિવસ અહીં હાજરી ભરવા આવવાનું રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસની ડીએસબી શાખા અને સીઆઈડી(એસબી) સતત ડાંગી-પેટલ સમાજના અગ્રણીઓનો સંપર્ક કરી તેમની ગતિવિધીઓ પર પહેલાથી નજર રાખે છે.
સોમવારે નાથદ્વારા અને ઉદયપુરના ગુજરાતી સમાજના કેટલાક લોકોએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. હાર્દિતે તેમના સ્થાનિક સામાજિક અને રાજકીય પૃષ્ઠ ભૂમિ અંગે ફીડબેક લીધા હતા. પટેલ આંદોલન અને હાર્દિક પટેલના અગાઉના વલણને જોતા સ્થાનિક સ્તરે પોલીસ અને તંત્ર તેની દરેક ગતિવિધીને ગંભીરતાથી લે છે. ઘરની બહાર નીકળતાં હાર્દિકની તમામ ગતિવિધી કેમેરામાં કેદ કરવા એક જવાનને પણ તૈનાત કરાયો છે.