તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત પ્રતિનિધી મંડળ CMને મળ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રદેશને હચમચાવી રહેલા ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે બનેલ દલિત પરિવાર મૃતક ગાયનું ચામડું ઉતારી રહેલ તે વખતે ગૌરક્ષક અને શીવસેના નામના પાટીયા મારી ફરતા કહેવાતા ગુંડાઓ દ્વારા દલિત પરિવારનાં પાંચ સભ્યોને ઢોર મારમારી ગાડી સાથે બાંધી તેને ફેરવવામાં આવ્યાની ઘટના સર્જાયા બાદ સમગ્ર દેશમાં મુદાએ ભારે ગરમી પકડી છે અને દેશનાં આયોગપંચથી માંડી તમામ અનુસુચિત દલિત સમાજનાં સામાજીક ન્યાય સંગઠનો અને સરકારમાં બેઠેલા પ્રતિનિધીઓનાં કાફલા દોડતા થયા છે ત્યારે ઘટનાને લઇને ઉના દલિત હિત રક્ષણ સમિતિનું એક પ્રતિનીધી મંડળ આજે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમન સામાજીક ન્યાય મંત્રાલયનાં મંત્રી રમણભાઇ વોરાને મળેલ હતુ અને સમગ્ર ઘટનાની સીલસીલાબંધ રજુઆત કરાતા અંગે મામલાને શાંત કરવા સરકાર તુરંત જાગી ઉઠી છે.

ઉના દલિત હિત રક્ષણ સમિતીનાં અગ્રણી પ્રવિણભાઇ અમરકા તેમજ ભાયદાસભાઇ વાળા, પુનમચંદભાઇ ઝાલા, રાજુભાઇ સરવૈયા, માવજીભાઇ વાઢેર, કાનજીભાઇ સાંખર, બધાભાઇ વિંઝુડા, જશાભાઇ વિંઝુડા, બીજલભાઇ પરમાર, વિનુભાઇ ચૌહાણ સહિત અગ્રણીનું પ્રતિનિધી મંડળએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ રાજયનાં કેબીનેટ મંત્રી રમણભાઇ વોરા સાથે બેઠક કરી હતી. અને ઉના તાલુકાનાં સમઢીયાળા ગામની સમગ્ર ઘટના અંગેની રજુઆત કરી હતી.

અંગે દલિત હિત રક્ષણ સમિતિનાં અગ્રણી માવજીભાઇ વાઢેરએ પત્રકારો સાથે ગાંધીનગરથી વાત કરતા જણાવેલ કે મુખ્યમંત્રી દ્વારા તમામ ઘટનાની સંપુર્ણ તપાસ સ્ટેટ ક્રાઇમ બ્રાંચને સોંપવા નિર્ણય કરાયેલ છે. અને તેનાં અધિકારીની નિમણુંક રાજય સરકાર કરશે ઉપરાંત જુડીશીયલ ઇન્કવાયરી પણ કરવા અને 60 દિવસમાં તમામ ગુન્હેગારો સામે ચાર્જશીટ દાખલ કરવા તેમજ તમામ ઇજાગ્રસ્ત દર્દીનો ખર્ચ રાજય સરકાર ઉઠાવવા અને ઘટનામાં સંડોવાયેલા જે પણ શખ્સો છે તેને તાકીદે પકડવા પણ ખાત્રી આપેલ છે. ઉપરાંત કડક અમલદારની તાકીદે નિમણૂંક કરવા પણ દલિત હિત રક્ષણ સમિતી દ્વારા મંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

પ્રતિનિધી મંડળપ્રથમ મંત્રી વોરા તેમજ બાદમાં મુખ્યમંત્રીની મુલાકાતે ગયું હતું અને ઘટના અંગે વાકેફ કર્યા હતા. તસવીર- જયેશ ગોંધીયા

રમણ વોરા અને આનંદીબેન સાથે મુલાકાત

ઘટનાને પગલે સમગ્ર દેશમાં ભારે ગરમાવો, અનુ.જાતિ સમાજનાં ન્યાયસંગઠનો અને પ્રતિનિધીઓ દોડતા થયા

વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

સમગ્રદલિત યુવાનોને મારમારવામાં સંડોવાયેલા આરોપી પૈકી વધુ બે શખ્સોની ધરપકડ કરાયેલ છે પકડાયેલા શખ્સોમાં ભરત જાલમભાઇ ગોહિલ (રહે.કંસારી) તેમજ કાલુ મુસ્તાક સંધી (રહે . ઉના)વાળાની ધરપકડ કરેલ છે. જેમા કાલુ સગીર વયનો હોય જૂનાગઢ બાળ અદાલત સમક્ષ રજૂ કરાયો છે અને પોલીસે વધુ શખ્સોને ઉપાડી લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સમગ્રઘટનાની ખરેખર પોલીસને જાણ હતી

સમગ્રઘટના બનેલ અને ત્યારબાદ પોલીસને જાણ હોવાની વાત ગળે ઉતરતી હોય એને ઉનામાં દલિત યુવાનને ઢોર માર મારતા હોય એસટી કોમ્પલેક્ષથી પોલીસ સ્ટેશનનું અંતર 600 મિટરનું હોય અને લોકોનાં ટોળા રસ્તા પર અરેરાટી ભર્યા દ્રશ્યો નિહાળતા હતા તો પણ પોલીસ વાતથી અજાણ કેમ હોય શકેω હાલ તપાસનો ધમધમાટ શરૂ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ડીઆઇજીઊના દોડી ગયા, અધિકારીઓ સાથે બેઠક કરી

જૂનાગઢરેંજનાં ડીઆઇજી બ્રિજેશકુમાર ઝા સોમવારે ઊના ખાતે દોડી જઇ મોટા સમઢીયાળા ગામની ઘટનાની વિગતો મેળવી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સુચનાઓ આપી હતી.

પુરાવાકે વિડીયોક્લીપ હોય તો પોલીસને જાણ કરો, નામ ગુપ્ત રખાશે

મોટાસમઢીયાળામાં દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાની તસ્વીરો સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ છે અને જેમાં અન્ય આરોપીઓ પણ સ્પષ્ટ દેખાઇ છે. જેને પકડવાનાં બાકી હોય કોઇ વ્યક્તિ પાસે પુરાવા કે વિડીયોક્લીપ હોય તો પોલીસ વિભાગ તથા ડિવાયએસપી જોષી (મો.નં.9978407965) ને જાણ કરવા અને બાબતે માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે એમ ગીર-સોમનાથ એસપી ચૌધરીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો