• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊના કોડીનારના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની તૈયારીનાં સેમિનારમાં ભાગ લીધો

ઊના -કોડીનારના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની તૈયારીનાં સેમિનારમાં ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાદાત કોલોની મહુવા ખાતે ધોરણ 10 તથા 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી લક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. હતું. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓના માર્ગદર્શન અર્થે સાદાત વેલફેર સોસાયટી દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ આ સેમિનારમાં મોટિવશનલ સ્પીકર તથા હનુમંત સ્કૂલ-મહુવા, મોડેલ સ્કૂલ-તલગાજરડા, જાફરી સ્કૂલ-મહુવા, અલ મહદી સ્કૂલ-ભાવનગર અને સોમનાથ તેમજ કોડીનારના અનુભવી શિક્ષકો દ્વારા પરીક્ષા લક્ષી જરૂરી વિષયો પર સ્પીચો આપવામાં આવી હતી. જેમાં ઊના- કોડીનાર સહીતના વિદ્યાર્થીઅોઅે અા સેમિનારમાં ભાગ લીધો હતો. એન્જોય એકઝામ, એક્ઝામોફોબીઆ, એકઝામ જનરલ ગાઈડ લાઇન્સ તથા વિષય નિષ્ણાંતોની ટિપ્સ જેવા મહત્વ પૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સમાજના કામયાબ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અનુભવો પણ રજુ કરવામાં આવ્યા હતા. એકંદરે આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી નીવડ્યો તથા આમંત્રિત મહેમાનોએ પણ આ વેલ ઓર્ગેનાઇઝડ અને વેલ પલાન્ડ સેમિનાર બદલ આયોજકોની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...