ગુંદાળામાં સિંહ પરિવારે કર્યો ગાયનો શિકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાં ગુંદાળાની સીમમાં વાડી ધરાવતા સતારભાઇ સુલેમાનભાઇના ખેતરમાં જરસી ગાય ચરતી હોય સિંહણ તથા બે બચ્ચા શિકારની શોધમાં આવી ચડતા ગાય પર હુમલો કરી મારણ કર્યુ હતું. જ્યારે વાડી માલીકએ વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્રારા ગાયનું મારણ કરેલ હોય જે અંગે તપાસ હાથ ધરેલ છે જ્યારે આ વિસ્તારમાં ખેડૂતોને રાત્રીના સમયે પાણી વાળવા નિકળવુ મુશ્કેલ બની ગયુ છે. જ્યારે આ વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...