તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉના શહેરમાં મોઢેશ્વરી માતાજીનાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ

ઉના શહેરમાં મોઢેશ્વરી માતાજીનાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાશહેરમાં કન્યા વિદ્યાલય(કે.વી.) સ્કુલ ખાતે સમસ્ત મોઢ વણિક પરીવાર દ્વારા શ્રી મોઢેશ્વરી માતાજીનાં પ્રાગટ્યદિન નિમિતે દ્વિતીય મહા પાટોત્સવની મોઢ મહોદય સંસ્થા દ્વારા શતાબ્દિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ છે.

પાટોત્સવ નિમીતે મોઢેશ્વરી માતાજીની પાલખી શોભાયાત્રા સાંજી રાસોત્સવ કળશ સાથે શહેરમાં નીકળી હતી. તેમજ નવચંડી યજ્ઞ મહાપ્રસાદ પાટોત્સવનાં ધાર્મિક કાર્યક્રમ સાથે સ્નેહ મિલન અને જ્ઞાતિનાં ઉત્કર્ષ તથા કુટુંબ ભાવના અંગેનો વિશેષ પ્રવચનો દ્વારા સમાજને સંગઠનની ફલશ્રૃતિરૂપે મહોત્સવ ખુબ સર્વોજ્ઞાતિજનોએ આનંદ વ્યક્ત કરી શતાબ્દિની ઉજવણી કરી હતી તકે ધો.1 થી 8નાં તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સમાજનાં શિક્ષણ ઉત્કર્ષ એવા. સ્વ.શશીકાન્ત ભાઇ પારેખ હિતેષ સ્ટેશનરી માર્ટે દ્વારા શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમમાં દિલીપભાઇ મહેતા દ્વારા સમાજની એકતા સંગઠન અંગે પ્રવચન આપેલ તેમજ પાટોત્સવનાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી રમેશભાઇ દિક્ષિત મુખય યજમાન ચંદુલાલ કાળિદાસ શાહ પરીવારનાં શુશીલાબેન નટવરલાલ મહેતા, અન્સુયાબેન રજનીકાંત મહેતા, રંજનબેન શરદ કુમાર ધ્રાફાણી પાટોત્સનાં મુખ્ય અતીથી બળવંત રાય કાંતિલાલ ગાંધી અમદાવાદ અધ્યક્ષ રમેશચંદ્ર ભગવાન દાસ જીવાણી રાજકોટ અતિથી વિશેષ હસુભાઇ શાહ ઉદ્યોગપતી, રસીકભાઇ મહેતા, આર.કે.બિલ્ડર્સ નિતિનભાઇ શેઠ ઉદ્યોગપતી, કલ્પેશભાઇ કાપડીયા, કિશોરભાઇ ભાડલિફા, સુરશેભાઇ મહેતા, મધુબેન મારવાડી, સહિત મોઢેશ્વરી પરીવાર અને જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં હાજર રહી ભવ્ય અને શાનદાર રીતે મોઢેશ્વરી માતાજીનાં પ્રાગ્ટય દિનનાં દ્વિતીય મહા પાટોત્સવની ઉજવણી અને મોઢ સંસ્થા શતાબ્દિ મહોત્સવ ઉજવેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા કાળિદાસ મુળજીશાહ કમળશી મુળજી શાહ, કેશવલાલ મુજીશાહ અને સુંદરજી મુળજી શાહ પરીવારનાં પ્રવીણભાઇ શાહ, પ્રદિપભાઇ, દીપકભાઇ શાહ તેમજ અશોકભાઇ, પ્રકાશભાઇ, રમણીકભાઇ સહિત જ્ઞાતિજનોએ મહોત્સને ઉજવેલ હતો. તકે મોટી સંખ્યામાં જ્ઞાતીજનો સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યકર્મનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...