• Gujarati News
  • ઊના તા.પં. પ્રમુખ અવગણના મુદ્દે મિટીંગ છોડી ચાલી િનકળ્યાં

ઊના તા.પં. પ્રમુખ અવગણના મુદ્દે મિટીંગ છોડી ચાલી િનકળ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાતાલુકામાં આંગણવાડી કેન્દ્રમાં શ્રેષ્ઠ ઘટકની પસંદગી બાદ યશોદા એવોર્ડનાં નામની પસંદગી મુદ્દે પ્રાંત કચેરીમાં મળેળી બેઠકમાં હાજર રહેલા તા.પં. પ્રમુખ રામભાઈ વાળાએ અવગણના મુદ્દે બેઠક છોડી ચાલ્યા જતા સ્થાનિક રાજકારણ અને તંત્રમાં મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.

ઊના પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી મામલતદાર સીડીપીઓ સહીતનાં અધિકારી તેમજ પદાધિકારીઓની એક મિટીંગ મળેલ જેમાં ઊના તાલુકામાં સંકલીત બાળ વિકાસ યોજના અંતર્ગત દર વર્ષ યશોદા એવોર્ડ છાપવા માટે પસંદગી કરવાની હોય છે અને બાદમાં નામને બહાલી આપવાની હોય છે. પરંતુ મિટીંગમાં પદાધિકારી માત્ર શોભાનાં ગાંઠીયા સમાન હોય તેમ માત્ર મિટીંગમાં સહી કરતા બોલાવ્યા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. ઊના તા.પં. પ્રમુખ રામભાઈ વાળાએ જણાવ્યું હતું કે, તાલુકામાં સંકલીત બાળ વિકાસ યોજના અંતર્ગત 700 જેટલી આંગણવાડી ચાલતી હોય તેમાં સરકારનાં નિયમ મુજબ નક્કી કરેલ ટકાવારી મુજબ બાળકોનો ખ્યાલ રાખવામાં આવે છે કે કેમ બાળકોનાં આરોગ્યથી પાણીની શુધ્ધતા સુધી તમામ બાબતોને જાણી તપાસી તેને એવોર્ડ માટે પસંદગી કરવાની થતી હોય છે અને પસંદગી મામલતદાર આરોગ્ય અધિકારી સીડીપીો અને તાલુકા પંચાયત પ્રમુખને સાથે રાખી તેની ટીમ દ્વારા પસંદગી કરી નામ નક્કી કરી મોકલવાનાં હોય છે. પરંતુ અહીં તો મનમાની રીતે કાર્યવાહી થતી હોવાનું બહાર આવતા તા.પં. પ્રમુખ ચાલ્યા ગયા હતા.

{ શ્રેષ્ઠ કેન્દ્રની પસંદગી અધિકારી કરે છે અને બહાલી આપવા સહી લેવા મિટીંગ બોલાવાય છે : રામભાઈ વાળા

અિધકારીએ કહ્યું કે તમે જઈ શકો છો

બાબતેઊના બાળ વિકાસ ઘટકનાં સીડીપીઓનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે કામગીરીની મિટીંગમાં તા.પં.પ્રમુખ ડે.કલેકટરની હાજરીમાં મિટીંગમાં એવુ જણાવેલ કે મારો વિરોધ છે તેનો જવાબમાં પરંતુ અધિકારીએ કહ્યુ કે તમારો વિરોધ હોય તો તમે જઇ શકો છો જ્યારે અમારે કમિટીનાં મેમ્બરોને લીસ્ટ આપવાનું હોય તે મુજબ અમારા મુખ્ય સેવિકાએ ટીડીઓને યાદી આપેલ પરંતુ ટીડીઓએ પ્રમુખ સુધી યાદી આપેલ નહીં તેથી બધા કારણો ઉભા થયા છે.

અગાઉની મિટીંગનું પુનરાવર્તન કરાયું

આજએવોર્ડમુદ્દે અગાઉ ડે.કલેકટરનાં અધ્યક્ષ સ્થાને મિટીંગ બંધ રહેલ અને વિવાદ સર્જાયો હતો. ત્યારે આજે પણ મિટીંગમાં તેનું પૂનરાવર્તન થયું છે.

એબીસી મુજબ નામો મોકલવા જોઇએ

રામભાઇવાળાનાંજણાવ્યા મુજબ 700 જેટલી આંગણવાડી પૈકી શ્રેષ્ઠ આંગણવાડી અને તેની સમકક્ષ આંગણવાડીની પણ નો