તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંદાળા ગામે હાથીયો નદી પર પુલ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાંગુંદાળાથી ફાટસર જવાનાં રસ્તાની વચ્ચે હાથીયો નદી પર પુલ હોવાથી વર્ષોથી ગ્રામજનો હાલાકી ભોગવતા હોય અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કરતાની સાથે તંત્રએ આળસ ખંખેરી 15 લાખનાં ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી કાર્યવાહી હાથ ધરી છે.

ગુંદાળા ગામે હાથીયો નદી પસાર થતી હોય અને 30 થી વધુ ખેડુતોની જમીન આવેલ હોવાથી ચોમાસા દરમિયાન ખેતરે જઇ શકતા હોય અને છાત્રો પણ જીવના જોખમે નદી પસાર કરીને જતા હોવાથી વાલીઓનાં જીવ ઉચક રહેતા હોય વર્ષોથી ગ્રામજનો દ્વારા પુલ બનાવવાની રજૂઆતો તંત્રનાં બહેરાકાને અથડાતી હોવાથી વાલીઓએ સરકારી શાળામાંથી બાળકોને ઉઠાડી લઇ ખાનગી શાળામાં દાખલ કરી દીધેલ. અંગેનો ગત 15 સપ્ટે.નાં દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાંની સાથે તંત્રએ આળસ ખંખેરી ગીર-સોમનાથ કલેકટર ડો.અજયકુમારે માર્ગ - મકાન પંચાયતનાં કાર્યપાલક ઇજનેર ચૌહાણને સુચના આપતાં નાયબ કાર્યપાલક ઇજનેર ઘેટીયાએ સર્વે કરી દરખાસ્ત મુકતા કલેકટરે આયોજનની ગ્રાન્ટમાંથી 15 લાખની ફાળવણી કરતાં ટુંક સમયમાં નકશા બનાવવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે આમ વર્ષો જુની સમસ્યાનો અંત આવનાર હોય હવે જીવના જોખમે નદીમાંથી પસાર થવું નહીં પડે એવી આશા બંધાઇ છે.

દિવ્ય ભાસ્કરે તા.15 સપ્ટેમ્બરનાં રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

નકશા સહિતનાં કામ હાથ ધરાશે

ઊના પંથકનાં ગામનાં લોકોની વર્ષો જુની સમસ્યાનો હવે અંત આવશે : તંત્ર દ્વારા 15 લાખ મંજૂર કરાયા

અન્ય સમાચારો પણ છે...