• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • છેલ્લા 4 દિવસથી જામનગરના મોટાભાગના વિસ્તારોમાં પાણી આવ્યું નથી

છેલ્લા 4 દિવસથી જામનગરના મોટાભાગના વિસ્તારોમાં પાણી આવ્યું નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાએ નગરને તરસ્યું રાખ્યું

માળિયા કેનાલમાં ફોલ્ટ સર્જાતા 1મહિનાથીવારંવાર ધાંધિયા

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરનેપીવાનું પાણી પુરૂ પાડતા જળાશયો ખાલી ખમ છે તેમાંય જીવાદોરી સમાન રણજીતસાગર પણ કોરો ધાકોળ છે માટે હાલ નર્મદાના નીર ઉપર મદાર છે અને નર્મદા કેનાલમાં ગાબડુ પડે એટલે હાલાકી શરૂ થાય છે નર્મદા કેનાલમાં ફરીથી રીપેરીંગ કામ શરૂ થતાં નગરને પાણીની હાલાકી શરૂ થઇ ગઇ છે જે વળી ફરીથી ચારથી પાંચ દિવસે માંડ-માંડ િનયમીત થશે ત્યાં વળી બીજા ફોલ્ટ સર્જાશે તેવું અનુમાન પણ લોકો ચિંતા સાથે કરી રહ્યા છે. તેવા સંજોગોમાં કેનાલમાં લેવલ ઘટતા 90 એમએલડીની જરૂરીયાત સામે 55 થી 60 એમએલડી પાણી મળતું હોય એકાંતરા પાણી વિતરણ થાય છે તેમાં વધુ 1દિવસનો પાણી કાપ સર્જાયો છે.

ખાસ કરીને નર્મદાની લાઇનમાં રીપેરીંગના કારણે હાલ એક-એક દિવસના વધુ પાણી કાપ સર્જાયા છે. જેથી હાલ એકાંતરાના બદલે ત્રણ દિવસે પાણી મળશે તેમ કોર્પોરેશને જાહેર કર્યુ છે કેમ કે રોજનું 95 એમએલડી એકત્ર થવામાં આવે છે. એક તરફ નર્મદા કેનાલની અનિયમીત તા, બીજી તરફ સ્થાનિક લાઇનના ફોલ્ટ, વીજ ધાંધીયા, લીકેજીસ અને અન્ય કારણોસર પીવાના પાણી એકાંતરા પણ નિયત સમયે વિતરણ થઇ શકતા નથી ઉપરથી મુખ્ય ડેમો ખાલી છે તેથી પાણી પુરૂ પાડતા ડેમાેની હાલત ભેકાર છે તેવામાં નગરને પીવાનું પાણી ઉનાળાના હજુ આગળના દિવસોમાં કેવી રીતે નિયમીત મળશે તે પ્રશ્ન છે.

પાણી મેળવવા લોકોને પાણીના મુખ્ય ટાંકાના સ્ટેન્ડ પોસ્ટ સુધી લાંબા થવું પડે છે.

કરોડોની મશીનરી કયાં ગઇ

વર્ષ2013-14માં નિયમીત પાણી મળી રહે છે તે માટે રણજીતસાગરમાં (10) કુવાઓ (40) બોર તેમજ રસોઇ (5) બોર અને હયાત (3) કુવા ચાલુ કરી તેના મારફત પમ્પીગથી પાણી મેળવવા 2 કરોડ 31 લાખનો ખર્ચ કરી સ્ટ્રકચર ઉભું કરેલ મશીનરી કયા ગઇ તેનો જવાબ આજદીન સુધી નથી આપી શકયા તેવો આક્ષેપ વિપક્ષના નેતા અસલમ ખીલજીએ કર્યો છે.

પાણી અંગે શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેમ કહી વિપક્ષ દ્વારા શ્વેતપત્રની માંગણી

જામનગરમાંપાણીની સ્થિતી વિકટ બની રહી છે અને કોર્પોરેશન દ્વારા અઠવાડીયામાં બે વખત પાણી વિતરણ કરવામાં આવી રહયું છે. ત્યારે કોર્પોરેશન વિરોધપક્ષ દ્વારા તેનો વિરોધ વ્યકત કરી પાણીના પ્રશ્ને શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી કરવામાં આવી છે કેમ કે શાસકો પાણીની સ્થીતિ અંગે પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેવા આક્ષેપ કરાયા છે. છેલ્લા બે માસથી જામનગર શહેરમાં અને નવા ભળેલા તમામ વિસ્તારોમાં અનિયમીત અને અપુરતું પાણી વિતરણ કરવામાં આવે છે તેમજ જુના જામનગર ગઢની રાંગની અંદરના વિસ્તારોમાં પણ ડંકીઓના પાણી ડુકી ગયા હોય, અાવનાર દિવસોમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે. વર્તમાન શાસકોએ ચુંટણી પહેલા વચનોની લહાણી કરેલ જેમાં તમામ ડેમો નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે પરંતુ જામનગર શહેરની પ્રજાને 110 એમએલડી પાણીની જરૂરીયાત છે તેની સામે જામનગર મહાનગરપાલિકા નર્મદાનું પાણી માત્ર 64 થી 67 એમએલડી મળે છે તે નર્મદા નીરના આંકડા બતાવે છે અને જામનગર શહેરના પ્રથમ નાગરીક જનરલ બોર્ડમાં એવું કહેલું કે, જામનગર શહેરમાં પાણીની કોઇ સમસ્યા નથી બધાને પુરતું પાણી મળે છે પરંતુ આવા ખોટા બે જવાબદારી ભર્યા નિવેદનો આપે છે જવાબદારીનું કોઇ ભાન હોય અને જામનગર શહેરની પ્રજાને ગુમરાહ કરે છે તેવો આક્ષેપ વિપક્ષના નેતા અસલમ ખીલજીએ કર્યો છે. રણમલ તળાવ બ્યુટીફીકેશન પાછળ 45 કરોડનો જંગી ખર્ચ કરી તળાવને ખુલ્લો મુકવા પહેલા તળાવને નર્મદાના નીરથી ભરી દેવાની પોકળ જાહેરાતો થઇ જે આજે તમામ જાહેરાતો પોકળ સાબિત થઇ છે કાેઇપણ જાતનું આગતરૂ કે નકકર આયોજન કર્યુ નથી અને આજદીન સુધી એકપણ પાણીનો બોર કર્યા નથી બંધ કુવા પડયા છે તેને સાજા કરવામાં આવ્યા નથી નવા પાણીના બોર થયા નથી, નવા સ્ટેન્ડ પોસ્ટની ટાંકી મુકવાની જરૂરત હોય ત્યાં સ્ટેન્ડ પોસ્ટની ટાંકી મુકવામાં આવી નથી નવી હદ ભળેલ છે તે વિસ્તારોમાં પ્રજા પાણી માટે વલખા મારે છે.

ટૂંક સમયમાં પાણી પુરવઠો નિયમિત થશે

કોર્પોરેશનનાવોટર વર્કસના કાર્યપાલક ઇજનેર દિનેશ છત્રાલાના જણાવ્યા પ્રમાણે નર્મદાની મુખ્ય પાઇપ લાઇનમાંથી અપૂરતો પાણી જથ્થો મળતો હોય હાલ તુરંત જુદા-જુદા ઇએસઆર હેઠળના િવસ્તારમાં પાણી કાપ મુકવામાં આવ્યા છે જયાં બીજા દિવસે પાણી વિતરણ થશે. નર્મદાના કેનાલના ઉભા થયેલા પ્રશ્નના કારણે જામનગરમાં પાણી વિતરણમાં કાપ મુકવામાં આવ્યો છે તે કાપ ટુંક સમયમાં ઉઠી જશે અને રાબેતા મુજબ એકાંતરા પાણી વિતરણ થવા લાગશે બીજી તરફ વાસ્તવિકતા છે કે, હાલ શહેરમાં એક વખત એકાંતરા અને એક વખત ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે .

અન્ય સમાચારો પણ છે...