તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • તાલાલાનાં મેઇન રોડમાં પડેલ ખાડા રીપેર કરવામાં કોન્ટ્રાકટરનાં ધાંધીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલાનાં મેઇન રોડમાં પડેલ ખાડા રીપેર કરવામાં કોન્ટ્રાકટરનાં ધાંધીયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાશહેરમાં ભુગર્ભ ગટરનાં ખોદકામથી તાલાલા વેરાવળ મેઇન રોડ ઉપર રોડ બેસી જતા મોટો ખાડો પડી ગયેલ જે કામમાં યોગ્ય મટીરીયલ ભરવાનાં બદલે માટીથી પુરાણ થતુ હોવાનું ધ્યાને આવતા તાલાલા પાલીકાનાં પ્રમુખે અટકાવી યોગ્ય મટીરીયલથી કામ કરવા કોન્ટ્રાકટરને જણાવેલ. તાલાલાનાં નવા બસ સ્ટેશન પાસે મેઇન રોડ ઉપર રોડ બેસી જવાથી મોટો ખાડો પડી ગયેલ જેમાં એલએન્ડ ટી કંપનીનાં કોન્ટ્રાકટરો દ્વારા માટીથી ખાડો પુરાતો હોય અંગે તાલાલા પાલીકાનાં પ્રમુખ વજુભાઇ ડોબરીયા અને સદસ્ય કે.ટી.કમાણીનાં ધ્યાને આવતા માટીનું પુરાણ અટકાવી યોગ્ય મટીરીયલ થી ખાડો બુરવાનું કહેતા પ્રથમ તો કોન્ટ્રાકટરનાં કર્મચારીઓએ હાથ ઉંચા કરી દીધેલ પરંતુ કંપનીનાં અધીકારી સાથે ફોન ઉપર વિગતો આપતા યોગ્ય મટીરીયલ્સ (મોરમ)થી ભરવા સુચના આપેલ તાલાલ- વેરાવળ મેઇન રોડ પર ભારે વાહનો નિકળતા હોય ત્યાં માટીથી ખાડાનું પુરાણ થાય અને વરસાદથી માટી બેસી જાય એટલે ફરી ખાડા પડે અને વાહનચાલકો સાથે અકસ્માત સર્જાય તે પહેલા તકેદારી રાખી પાલીકાનાં પ્રમુખ અને સદસ્યોએ યોગ્ય કાર્યવાહી કરાવેલ શહેરનો વેરાવળ-સાસણ, તાલાલા-ઉના, તાલાલા-ગડુ સહિતનાં મેઇન રોડ કંગાળ બની ગયા હોય નર્કગારની સ્થિતી દુર કરવા માર્ગ મકાન વિભાગ તાકીદે રોડનાં રીપેરીંગ કામ શરૂ કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો