તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • ઉનાનાં તડમાં મધ્યાહ્મ ભોજનની રસાેઇમાંથી ગરોળી નિકળી : રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાનાં તડમાં મધ્યાહ્મ ભોજનની રસાેઇમાંથી ગરોળી નિકળી : રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાનાં તડગામે આવેલ પ્રાથમિક શાળામાં બપોરનાં સમયે મધ્યાહન ભોજનની રસોઇ આપવામાં આવેલ અને અનીલ ધીરૂભાઇ ચાવડા(ઉ.વ.10)ની થાળીમાં વઘારેલ ભાતમાંથી ગરોળીનું બચ્ચુ મળી આવ્યું હતું. વઘારેલ ભાત બાળકે આરોગી લેતા ઉલ્ટીઓ થતાં ઉના સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે. અન્ય એક બાળકની થાળીમાં ગરોળીની પુછળીનો ભાગ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં ઉના સર્કલ અધિકારી વ્યાસ તેમજ સોલંકી અને મધ્યાહન ભોજન અધિકારી મહેબુલ ચૌહાણ દોડી ગયા હતા. મામલતદારની સુચના મુજબ મધ્યાહન ભોજનનાં બનેલા ભાતનાં નમુના લીધા હતા અંગે અન્ય બાળકોને કોઇ તકલીફ નથી તે અંગે તડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પરીક્ષણ કરાવેલ હતું. જે બાળકોએ ભોજન લીધુ છે તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું મામલતદાર સોલંકીએ જણાવ્યું હતું. વાલીઓ હોસ્પિટલે ગરોળી સાથેનું ભોજન લાવ્યા હતા.

પ્રસ્તુત તસ્વીરમાં ભાતમાં ગરોળી જોવા મળે છે. અસરગ્રસ્ત બાળકને સારવારમાં ખસેડાયો. તસ્વીર- જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો