ગીર-સોમનાથ જિલ્લામાં ધો.12 સાયન્સનું 81.27 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનીદર્શન સ્કૂલની વિદ્યાર્થીની ધ્રવિ વીસાવડીયાએ 99.39 પીઆર સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે જયારે તેણીએ ગુજકેટમાં રેકોર્ડ તોડી 120માંથી 115 માર્કસ મેળવી ઐતિહાસીક સિદ્ધી હાંસલ કરતા તેણીને રાજય સરકાર તરફથી પાંચ વર્ષ સુધી રૂા.80 હજારની સ્કોલરશીપ મળશે.

જયારે બીજા નંબરે ડીમ્પલ તન્નાએ 300માંથી 271 માર્કસ મેળવી 90.33 પીઆર મેળવેલ છે અને તેણીએ ગુજકેટમાં 120માંથી 98 માર્કસ પ્રાપ્ત કરેલ છે. જયારે ત્રીજા નંબરે બિંદીયા ગાવડીયાએ 93.07 પીઆર સાથે ગુજકેટમાં 120માંથી 101 માર્કસ પ્રાપ્ત કરેલ છે.

જયારે વેરાવળ કેન્દ્રનું પરીણામ 80.20 ટકા આવેલ ત્યારે દર્શન સ્કૂલનું 90 ટકા જેટલુ આવેલ છે. ત્યારે શાળાના સંચાલક ભુપેન્દ્ર વિઠલાણી દ્વારા કેન્દ્રમાં પ્રથમ ધ્રુવિ વીસાવડીયાને ટ્રોફી આપી સન્માનીત કરેલ હતી.

એક પણ વિદ્યાર્થીને -1 ગ્રેડ નહિં.

આજેજાહેરથયેલ ધો.12 (વિજ્ઞાન) પ્રવાહના પરીણામમાં ગીર-સોમનાથ જિલ્લાનું પરિણામ 81.27 ટકા આવેલ છે અને જિલ્લાના એક પણ વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવેલ નથી. જયારે જિલ્લાના 18 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઘુસીયા (ગીર)નું 97.29 જયારે સૌથી ઓછું કોડીનારનું 73.50 ટકા આવેલુ છે. એ-1: 0, એ-2 : 6, બી-1 : 43, બી-2 : 106, સી-1 : 321, સી-2 : 617, ડી-364

જિલ્લાનાં કેન્દ્રોનું પરિણામ

કેન્દ્રહાજરપાસ નાપાસ ટકાવારી

વેરાવળ505405 100 80.20 ટકા

ઘુસીયા(ગીર)406395 011 97.29 ટકા

કોડીનાર615452 163 73.50 ટકા

ઉના437351 086 80.32 ટકા

દરરોજ કલાકની મહેનતનું પરિણામ

ઐતિહાસીક સિદ્ધીપ્રાપ્ત કરનાર ધ્રુવી વીસાવડીયાના પિતા નગરપાલિકામાં કલાર્ક તરીકે તથા માતા સરકારી શિક્ષીકા તરીકે નૌકરી કરે છે. દર્શન સ્કૂલમાં પાંચ વર્ષથી અભ્યાસ કરતી અને સ્કૂલના સમયથી 85 ટકાથી વધુ માર્કસ મેળવતી ધ્રુવીએ આજના મેળવેલ પરિણામ બાદ આગળ મેડીકલમાં પ્રવેશ કરી તબીબ બનાવાની ઇચ્છા ધરાવતી હોવાનું જણાવેલ હતું. સિદ્ધી પ્રાપ્ત કરવા માટે ધ્રુવી દરરોજ શાળાના સમય ઉપરાંત કલાકથી વધુ વાંચન કરતી હતી તેમજ તેને મનપસંદ વિષય કેમેસ્ટ્રી હોવાનું જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...