કોરીયાના ટેન્ડરમાં 75 ટકા હિસ્સો મળે તેવી શક્યતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલમાં વૈશ્વિક મંદીથી નિકાસને ફટકો

આફ્રિકા, પાક.માં નીચા ભાવથી દેશમાં નબળા પાકે પણ સુસ્તી

કોમોડિટીરીપોર્ટર . અમદાવાદ

તેલીબીયાંપાકોમાં મગફળી અને તલના ઉત્પાદનમાં કાપ છતાં બજારમાં ભાવ સપાટી નીચી રહી છે. તલમાં આફ્રિકા, ચીન તથા પાકિસ્તાનમાં મોટા પાક સામે નીચા ભાવના કારણે દેસમાંથી થતી નિકાસ વેપારો ઘટ્યાં છે. જોકે, કોરીયાના 8000 ટનના ખુલી રહેલા ટેન્ડરમાં ભારત એક સમયસર માલ પહોંચાડી શકે.

સફેદ તલના 8000 ટનના ટેન્ડરમાં પ્રિમિયમ ક્વોલિટીનું 2800 ટનનું છે જેની ડિલીવરી 31 જુલાઇ સુધીમાં જ્યારે રેગ્યુલર ક્વોલિટીનું 5200 ટનનું છે જેનો માલ 31 ઓગસ્ટ સુધીમાં પહોંચતો કરવાનો છે.

પાણીની શોર્ટેજના કારણે ઉનાળુ ઉત્પાદન પણ 50 ટકાથી વધુ ઘટીને 45-50 (1.00-1.10) લાખ ટન રહી જશે. નબળા ઉત્પાદન સામે માગને ધ્યાને લેતા બેસ્ટ માલોમાં રૂ.1800નો ઘટાડો નકારાઇ છે. જ્યારે ઉપરમાં રૂા.1900 થી વધુ એકાએક તેજીના પણ સંકેતો નથી. વૈશ્વિક બજારોમાં અત્યારે 1400-1500 ડોલર જ્યારે ભારતના ભાવ 1500-1650 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યાં છે. અત્યારે તલના ભાવ રૂા.1700-1850 બોલાઇ રહ્યાં છે.

^કોરીયાના 8000 ટનના ટેન્ડરમાં ભારતને 75 ટકા હિસ્સો એટલે કે 6000-6500 ટનનો ઓર્ડર મળે તેવી શક્યતા છે. ટેન્ડરમાં 1500-1650 ડોલર વચ્ચે બીડ ભરાશે તેવી શક્યતા છે. અને આભાવથી ભારતીય નિકાસકારોને સારો ઓર્ડર મળશે કેમકે આફ્રિકા અને પાકિસ્તાન ઓછા સમયગાળામાં માલ કોરીયાઇ બંદરે પહોંચાડવાનો હોઇ તે પુરો પાડી શકે તેમ નથી. >મનોજ સોનપાલ, સોનપાલઇન્ડસ્ટ્રીઝ.

અન્ય સમાચારો પણ છે...