તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનાનાં સનખડા ગામે ગાજવીજ સાથે ચાર ઇંચ વરસાદ ખાબક્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાઘેરપંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર રહેવા સાથે 1 થી 4 ઇંચ પાણી વરસી ગયું હતું. સનખડામાં રાત્રીનાં ગાજવીજ સાથે બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

મેઘરાજાએ લાંબા વિરામ બાદ નાઘેરમાં ભાદરવે અષાઢી માહોલ સર્જયો હોય એમ છેલ્લા બે દિવસથી આગમન કરી ધરાને જળબંબોળ કરી છે. ઊના તાલુકાનાં સનખડામાં મોડીરાત્રીનાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી બે કલાકમાં 4 ઇંચ પાણી વરસાવી દીધુ હતું. ભારે પવનથી કુમારશાળાનાં કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થઇ હતી. ઉપરાંત તાલુકાનાં ખાપટમાં 2, ઊના - જરગલીમાં 1 ઇંચ પાણી પડયું હતું. સમયસર વરસાદનાં આગમનથી મોલાતને જીવતદાન મળી જતાં ધરતીપુત્રોમાં પણ રાહત સાથે ખુશીની લહેર છવાઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કયાંક હળવા ઝાપટાં તો કયાંક તોફાની વરસાદ વરસ્યાનાં અહેવાલ મળી રહયાં છે.

બે કલાકમાં ચાર ઈંચ પડતા ગામમાં પાણી ભરાયા. તસવીર- જયેશ ગોંધીયા

નાઘેર પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર

અન્ય સમાચારો પણ છે...