તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકોલાલીનાં દલિત પરિવારને જમીન ફાળવણીનો હુકમ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનોઆંકોલાલી ગામનો દલીત પરીવાર જમીન સહિતની અનેક માંગણીઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠી ગયો છે અને બે દિવસથી ઉપવાસ પર બેઠેલા પરીવારને એક માંગણી સ્વીકારી લેવાઇ છે અને તેમને દેલવાડા ગામે આવેલ 5 એકર જેટલી જમીનની સોંપણીનો હુકમ ઉના મામલતદાર કચેરી દ્વારા બીજા દિવસે આપી દેવામાં આવ્યો હતો. જોકે, પરિવારની હજું 15 જેટલી માંગણીઓ સ્વીકારાતા આંદોલન ચાલુ રાખવાની કાળાભાઇ સરવૈયાએ જણાવ્યું હતું.

ગીરગઢડા તાલુકાનાં આંકોલાલી ગામે રહેતા કાળાભાઇ જેઠાભાઇ સરવૈયાનો પરીવાર ચાર વર્ષ પહેલા ગામમાં રહેલી જમીન અને મકાન છોડી ભયનાં ઓઠાર નીચે હીજરત કરી ઉના ખાતે ભાડાનાં મકાનમાં વસવાટ કરવા ચાલ્યા ગયા હતા અને હિજરતી પરીવારે પુન: વસવાટ અને પોતાનાં પરીવારનાં ભરણ-પોષણ માટે ખેતીન જમીનની સરકારમાં માંગણી કરી હતી. પરંતુ પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવતાં કાળાભાઇનો પરીવાર 12 ઓગષ્ટથી ઉનામાં આંબેડકર પ્રતિમા નીચે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને તંત્ર સફાળું જાગ્યું હોય તેમ બાબતની ગંભીરતાથી લઇ ગીર-સોમનાથ જિલ્લાનાં કલેકટર અજય કુમારે તાત્કાલિક મહેસુલ વિભાગની કચેરીને હુકમ મોકલ્યો હતો અને શનિવારનાં રજાનો દિવસ હોવા છતાં પ્રાત: અધિકારી લીંબાસીયા અને મામલતદાર સોલંકી કચેરીનાં અધિકારીને સુચના આપતા સાંજે સાડા પાંચ કલાકે ઉનામાં મામલતદાર કચેરીનાં નીનામાભાઇ, એન.એમ. ચૌહાણ સહિતનો સ્ટાફ ઉપવાસી છાવણી પર ગયો હતો અને રાજ્ય સરકારે કરેલ જમીન ફાળવણીનાં હુકમની નકલ દલિત પરીવારને સોંપી હતી.

અને સરતોને આધીન દેલવાડા ગામે પરીવારને 5 એકર જેટલી જમીનની ફાળવણી ખેતી હેતુ માટે કરી દેવામાં આવી છે. જોકે, હજી પરીવારની 15 જેટલી માંગણીઓ તંત્ર દ્વારા સ્વીકારવામાં નહી આવતાં ઉપવાસ આંદોલન શરૂ રહેશે. તેમ પરિવારનાં સભ્યોએ જણાવ્યું હતું.

પરિવારની હજુ પણ 15 માંગણીઓની માંગ. તસ્વીર- જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો