તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદનાં શિલોદરનાં દલિત યુવાનને પથ્થરમારામાં ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાંમોટા સમઢિયાળા ખાતે શનિવારે સાંજે દલિત સમાજની સભા યોજાઇ હતી. જેમાં ગત 11 જુલાઇનાં રોજ દલિત પરિવારનાં યુવાનો પર કહેવાતા ગૌરક્ષકોનાં નામે કેટલાક શખ્સોએ અમાનુસી અત્યાચાર ગુજાર્યો હતો. અને જેની ઘટનાને વખોડવા અને આંદોલનને વધુ વેગવાન બનાવવા સભા યોજાઇ હતી.

ગીર-સોમનાથ સહિત અન્ય જિલ્લામાંથી દલિત સમાજનાં યુવાનો અને આગેવાનો બાઇક તેમજ અન્ય વાહનો પર સમઢિયાળા પહોંચ્યા હતા. ત્યાં સભાને સંબોધ્યા બાદ બાઇક પર દલિત સમાજનાં યુવાનો અને આગેવાનો મોડી સાંજનાં પરત ફરી રહ્યા હતા ત્યારે ઊનાનાં સામતેર ગામ પાસે પથ્થરમારાની ઘટના બનતા મામલો બીચકાયો હતો. બનાવનાં પગલે એસઆરપી સહિત પોલીસનો કાફલો બંદોબસ્ત માટે ઉતારી દેવાયો હતો. ઘટનામાં રેલીમાં જોડાયેલા કેશોદનાં શિલોદર ગામનાં પ્રફુલ પરમાર (ઉ.વ.27) નામનાં યુવાનને પથ્થરમારામાં માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા ઊના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. અને પોલીસે તેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો